Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- બ્રેડની સેન્ડવિચ નથી ખાવી તો હવે રોટલીમાંથી બનાવો વેજ પનીર સેન્ડવિચ, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણા સૌ કોઈને  સેન્ડવિચ ખૂબ ભાવે છે પણ ઘણા લોકો હેલ્થ કોન્સિયન્સ હોવાથી બ્રેડ ખાવાનું પસંદ કરતા નથી જો તમે પણ આમાથી એક છો તો હવે રોટલીમાંથી સેન્ડવિચ બનાવી શકો છો,તો જાણીલો કેવી રિતે રોટલીમાંથી બને છે સેન્ડવિચ 4 રોટલીમાંથી 4 સેન્ડિવ બને છે,તો ચાલો જાણી લીએ કઈ રીતે બને છે આ સેન્ડવિચ.

સામગ્રી

બાફેલા બટાકાને ક્રશ કરીલો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું , લાલ મરચું અને  2 ચમચી લીલા ઘાણા નાખીને બરાબર મિક્સ કરીલો.

એક બાઉલમાં પનીર છીણીલો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી મરીનો પાવડર અને બાકી બચેલા બે ચમચી લીલા ઘાણા એડ કરીને બરાબર મિક્સ કરીલો

1 સૌ પ્રથમ એક મોટી સાઈઝની પેઈન લઈલો તેમાં બટર લગાવી દો, હવે તેના પર એક રોટલી મૂકો તેના પર એક ચમચી ગ્રીન ચટણી લગાવો અને  હવે આ રોટલી પર બટાકાનું સ્ટફિંગ ગોળ ફરતે બરાબર સ્પેરડ કરીને થીક સાઈઝમાં પાથરીલો

2 હવે તેના પર બીજી રોટલી રાખી દો ત્યાર બાદ તેના પર 1 ચમચી ગ્ ટામેટા કેચઅપ લગાવીને બરાબર સ્પ્રેડ કરો હવે જે ડુંગળીની ગોળ સ્લાઈસ સમારી હતી તેને રોટલીને ગોળ ફરતે ગોળ ગોળ ગોઠવી દો.

3 હવે ફરી એક રોટલી તેના પર રાખી દો ત્યાર બાદ તેના પર 1 ચમચી ગ્રીન ચટણી સ્પ્રાઈડ કરો અને તેના પર ગોળ સમારેલા કેપ્સિકમ મરચા અને ટામેટચાની સ્લાઈસ ગોઠલી દો ત્યાર બાદ ફરી તેના પર એક રોટલી ગોઢવી દો

4 હવે આ રોટલી પર ફરી 1 ચમચી ગ્રની ચટણી લગાવી દો અને તેના પર પનીરનું સ્ટફિંગ પાથરીદો ત્યાર બાદ થોડુ ચિઝ પર પનીર પર છીણીલો હવે તેના પર ફરી એક રોટલી  પાથરીદો, હવે છેલ્લી આ રોટલી પર છીણેલું ચિઝ પાથરીને ઓરેગાનો અને ચિલીફ્લેક્સ સ્પ્રેડ કરીદો

5 હવે એક પેઈનમાં બટર લગાવીને આ ચાર લેયર વાળઈ રોટલીની સેન્ડિવ મૂકી દો પેઈનને ઢાકણ વડે કવર કરીલો ચીઝ ઓગળી જાય અને રોટલી ક્રિસ્પી થઈ જાય એટલે તેના ઉતારીને ચાર પીસ કરીલો તૈયાર છે 5 રોટલીમાંથી 4 નંગ સેન્ડિવ એ પણ વેજથી ભરપુર