Site icon Revoi.in

કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો શીંગદાણાના લાડુ, માત્ર ત્રણ જ સામગ્રીથી થશે રેડી

Social Share

સાહિન મુલતાની-

શિયાળાની સિઝન બરાબર શરુ થઈ ગઈ છે, આ સિઝનમાં ગોળ ,દાણા અને ઘી તો પુષ્કળ પ્રમાણમાં લોકો ખાતા હોઈએ, જે આરોગ્યને તંદુરસ્ત રાખવાની સાથે સાથે ઠંડીથી પણ રક્ષમ આપે છે, ત્યારે આ ત્રણેય વસ્તુઓના મિશ્રણથી આપણે લાડવા પણ બનાવી શકીએ છીએ,આમ તો શિયાળામાં ઘણા બધા મસાલાઓ ,ડ્રાયફર્ૂટ નાખીને આપણે લાડવા કે પાક બનાવીએ છીએ જો કે આ શીંગદાણાના લાડવા ખૂબ ઈઝિ રીતે બની જાય છે તેથી તમે પણ ટ્રાય ચોક્કસ કરજો, જે રોજ સવારે નાસ્તામાં ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત પણ બને છે અને આરોગ્ય તંદુરસ્ત પણ રહે છે.

સામગ્રી-

મગફળીના લાડુ બનાવાની રીતઃ– સૌ પ્રથમ મગફળીના દાણાને શેકીને તેના છોતરા ઉડાવી દો, હવે દાણા થોડા ઠંડા પડી જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરીલો , ક્રશ એ રીતે કરવા કે દાણા અધકચરા રહેવા જોઈએ, હવે એક કઢાઈમાં 2 ચમચી ધી લઈ તેમાં ગોળ નાખીને બરાબર ગરમ થવા દો,ગોળ ખાલી ઓગળે ત્યા સુધી જ ગરમ કરો, હવે આ ગોળમાં દાણા એડ કરીને તવીથા વડે બરાબર ફેરવો, ગોળ અને દાણા એક બીજામાં બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીલો,હવે આ મિશ્રણમાં કાજુના ટૂકડા એડકરીને તેને બરાબર મિક્સ કરીને એક સરખા નાના નાના લાડુ બનાવી લો. તૈયાર છે મગફળીના લાડુ, ખુબ જ ઓછી મહેનતમાં રેડી થશે અને ખાવામાં પણ લાગશે સ્વાદિષ્ટ.માત્ર 3 થી 4 પ્રકારની સામગ્રીમાં થશે રેડી