Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-  નાસ્તાને વધુ ટેસ્ટિ બનાવવા માટે બનાવો આલુ ટિક્કી ચાટ,ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ થશે રેડી

Social Share

 

સામાન્ય રીતે સાંજ પડતાની સાથે જ આપણાને કઈક ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થાય છે, જો કે રોજ રોજ નાસ્તામાં શું ખાવું તે પણ ચિંતાનો વિષય બને છે, આમ તો બટાકા એક એવી વસ્તુ છે તેમાં અવનવા નાસ્તા ઓ બની શકે છે કહેવાયને કે કોઈ પણ વાનગી બટાકા વગર જાણે અઘુરી લાગે છ,ત્યા સુધી કે શાકમાં પણ બટાકા નાખીને શાક બનાવવામાં આવે છે,તો ચાલો આજે જોઈએ બટાકામાં થી બનતી ટિક્કી તાટ જે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ તૈયાર થશે અને ખાવામાં પણ ટેસ્ટી અને હેલ્ધી હશેય

 

સામગ્રીઃ-

આ રીતે બનાવો આલુ ટિક્કી ચાટઃ-

સૌ પ્રથમ બટાકાને બાફીને ક્રશ કરીલો. હવે તેમાં હરદળ ,મીઠું અને લીલા મરચા,આદુ લસણની પેસ્ટ એડ કરીલો, ત્યાર બાદ જીણા સમારેલા લીલા ઘાણા પણ એડ કરીલો, હવે આ તમામને મિક્સ કરીને ચપટી સ્ટાઈલમાં ટિક્કી તૈયાર કરીલો,

હવે આ ટિક્કને તવી પર સેલો ફ્રાઈ કરીલો,

હવે એક ડિશમાં ટિક્કી મૂકો, તેના પર,ગોળ આમલીની ચટણી એડ કરો, ત્યાર બાગ ગ્રીન ચટણી એડ કરો, હવે તેના પર દહીં એડ કરીને સેવ એડ કરીલો, ત્યાર બાદ સમારેલી જીણી ડુંગળી અને ટામેટા એડ કરીલો, તૈયાર છે હોમમેડ આલુ ટિક્કી ચાટ.

Exit mobile version