- જોકે ઓવૈસીએ તો તેના પૂર્વજો હિન્દુ નહીં હોવાની પીપૂડી વગાડવાનું ચાલુ રાખ્યું
નવી દિલ્હી, 18 મે, 2026: અસદુદ્દીન ઓવૈસીના પરદાદા કોણ હતા? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે કવિમાંથી કથાવાચક બનેલા કુમાર વિશ્વાસે ધાર ભોજશાલા પર હાઈકોર્ટના ચુકાદા અંગે આવેલા અસદુદ્દીન ઓવૈસીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ AIMIM પ્રમુખને કહ્યું કે તમારા પરદાદા પણ ધાર ભોજશાલાના સમર્થનમાં ઊભા હતા.
કુમાર વિશ્વાસના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ઓવૈસીનો વંશવેલો શું રહ્યો છે? ઓવૈસીના પરદાદા આખરે ભોજશાલાના સમર્થનમાં કેમ હતા? જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઓવૈસીના પરદાદાને લઈને આવી ચર્ચા થઈ રહી હોય. વર્ષ 2017 અને ત્યારબાદ 2023 માં પણ ઓવૈસીના પરદાદાના ધર્મને લઈને સવાલો ઉઠતા રહ્યા છે.
આ પણ વાંચોઃ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડિજિટલ ‘સ્વ-ગણતરી’માં જોડાવા કરી અપીલ
શું કહ્યું કુમાર વિશ્વાસે?
ધાર ભોજશાલા પર હાઈકોર્ટના ચુકાદા પર ઓવૈસીએ સવાલો ઉઠાવ્યા છે. ઓવૈસીનું કહેવું છે કે આ વખતે પણ અયોધ્યાની જેમ જ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ અંગે કવિ કુમાર વિશ્વાસે કહ્યું, “અસદુદ્દીન ઓવૈસીને મારી નમ્ર વિનંતી છે કે તેઓ ઇતિહાસ વાંચે. તેઓ શિક્ષિત છે, બેરિસ્ટર છે… લોકો તેમના વિશે એવું કહે છે. પરંતુ તેમના લહેકા અને ભાષા પરથી ઘણીવાર એવું લાગતું નથી.
હું ઈચ્છું છું કે તેઓ ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસ પણ વાંચે અને પોતાના વંશનો ઇતિહાસ પણ વાંચે. તેમના વંશમાં ચાર પેઢી પાછળ જતાં જ તેમને પોતે આ જ પરંપરામાં ઊભા હોવાનો બોધ થઈ જશે. તેઓ પણ ભગવતી સામે એ જ રીતે નતમસ્તક થશે, જે રીતે તેમના પરદાદાના પિતા નતમસ્તક થતા હતા. બે-ત્રણ પેઢી પહેલાં ધર્માંતરણ કરી લેવાને કારણે આટલો બધો વિદ્વેષ અને આ પ્રકારની નફરત ફેલાવવી યોગ્ય નથી. ઓવૈસી સાહેબના પરદાદા પણ એ સમયે અમારી સાથે જ ઊભા હતા.”
ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે…
વર્ષ 2023 માં એક સભા દરમિયાન જમ્મુ-કાશ્મીરના નેતા ગુલામ નબી આઝાદે નિવેદન આપ્યું હતું કે ભારતમાં જન્મેલી દરેક વ્યક્તિ હિન્દુ હતી. દુનિયામાં ઇસ્લામ તો માત્ર 1500 વર્ષ પહેલાં જ આવ્યો હતો. જ્યારે હિન્દુ ધર્મને જોઈએ તો તે ઘણો જૂનો છે. એવામાં બહારથી કોણ આવ્યું? બહારથી 10-20 હજાર લોકો આવ્યા હશે, જેઓ મુઘલોની ફોજમાં હતા. બાકી તો હિન્દુસ્તાનમાં બધા મુસલમાનો હિન્દુમાંથી જ કન્વર્ટ (ધર્માંતરીત) થયા છે. કાશ્મીરમાં પણ 600 વર્ષ પહેલાં બધા કાશ્મીરી પંડિતો હતા. ત્યારબાદ અહીં ધીમે-ધીમે હિન્દુઓ મુસલમાન બની ગયા.
આ પણ વાંચોઃ કલ્પસર પ્રોજેક્ટને નેધરલેન્ડ્સની ટેક્નોલૉજીની નવી પાંખો મળી
ગુલામ નબી આઝાદના આ નિવેદન પર એક મહિલાએ ટ્વિટ કરીને ફારુખ અબ્દુલ્લા, અસદુદ્દીન ઓવૈસી અને એમ. જીન્નાને હિન્દુ વંશના ગણાવ્યા હતા. ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે- “ફારુખ અબ્દુલ્લાના પરદાદા બાલમુકુંદ કૌલ એક હિન્દુ બ્રાહ્મણ હતા. અસદુદ્દીન ઓવૈસીના પરદાદા તુલસીરામદાસ એક હિન્દુ બ્રાહ્મણ હતા. એમ. જીન્નાના પિતા જીન્નાભાઈ ખોજા હિન્દુ ખોજા જ્ઞાતિના હતા અને આ ત્રણેય આજે મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરે છે અને હિન્દુફોબિયા ઓકે છે.”
અસદુદ્દીન ઓવૈસીએ આ સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા કહ્યું હતું કે- “મારા માટે એ હંમેશા રમુજી રહ્યું છે કે જ્યારે પણ સંઘીઓએ વંશવેલો ઘડવો હોય છે, ત્યારે તેમણે મારા માટે એક બ્રાહ્મણ પૂર્વજ શોધવો પડે છે. આપણે બધાએ પોતાના કર્મોનો જવાબ આપવો પડશે. આપણે બધા આદમ અને હવાના સંતાનો છીએ.”
ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા
વર્ષ 2017માં ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ કહ્યું હતું કે ઓવૈસીના પરદાદા હૈદરાબાદના એક બ્રાહ્મણ હતા. રાકેશ સિન્હાએ દાવો કર્યો હતો કે ઓવૈસીના પરદાદાને બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.
ઓવૈસીનો નનૈયો
ઓવૈસીએ ત્યારે આનો જવાબ આપતા કહ્યું હતું કે, “ના, મારા પરદાદા, તેમના પરદાદા અને તેમના પરદાદા અને તમામ દાદા પયગંબર આદમમાંથી આવ્યા હતા. આ વાતમાં કોઈ સત્ય નથી કે અમારા પરદાદા હિન્દુ હતા.”

