Site icon Revoi.in

કચ્છઃ નાના રણમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીયો માટે ખુલ્લું મુકાયું

Social Share

અમદાવાદઃ કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. 

આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે  સરકારના વન  વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે  શિયાળામાં નિઃશુલ્ક શિબિર નું આયોજન થાય છે. 16 ઓક્ટોબર થી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે.છેલ્લા વર્ષોમાં આ રણ ની અંદર મુલાકાત લેનાર પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આવેલ શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાયેલ છે.

આ જગ્યાએ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે આ અભ્યારણ ની મુલાકાતે આવેલ  પ્રવાસીઓની સંખ્યા 6000 ની આસપાસ રહી હતી ઉલ્લેખનિય છે કે અભયારણ્ય દ્વારા શિયાળામાં રણની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિબિર નું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતની વિવિધ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે.

Exit mobile version