1. Home
  2. Tag "small desert"

કચ્છઃ નાના રણમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીયો માટે ખુલ્લું મુકાયું

અમદાવાદઃ કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ […]

કચ્છના નાનાં રણની જમીનના તળમાં ઘટી રહેલા ખારા પાણી, મીઠાંના ઉત્પાદન પર અસર

સુરેન્દ્રનગરઃ  કચ્છના નાના રણ ગણાતા ખારાઘોડાના અફાટ વિસ્તારમાં કાળઝાળ અંગારા ઓકતી ગરમીમાં પણ અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે.  ભારતની જરૂરિયાતનું 76 ટકા મીઠું કચ્છના નાનાં રણમાં પાકે છે. એમાં પણ બે ભાગ છે. એક, દરિયાના પાણીથી પાકતું મીઠું અને બીજું રણમાં જમીનની અંદરથી નીકળતા પાણીમાંથી બનતું મીઠું. જમીનની અંદરથી પાણી નીકળે છે […]

હળવદના નાના રણમાં પ્રદુષણ ઓકતી કેમિકલ ફેક્ટરીઓને વનવિભાગે નોટિસ ફટકારતા ફફડાટ

મોરબીઃ કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણની હળવદ રેન્જના ટીકર અને કીડી પાસે બેરોકટોક કેમિકલની ફેક્ટરીઓ ઊભી થઈ ગઈ છે. જેના લીધે કેમિકલયુક્ત પાણીને લીધે રણમાં વસવાટ કરતા અમૂલ્ય એવા વન્ય જીવો અને જૈવિક વિવિધતાને પારાવાર નુકશાન થઈ રહ્યુ છે. આવી ગેરકાયદેસર અને હિચકારી પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી અટકાવવાની વિવિધ સામાજિક આગેવાનોની રજૂઆતો બાદ વન વિભાગના અધિકારીઓએ […]

કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓએ માટીના ઢગ કરી બચ્ચા માટે અનોખી વસાહત બનાવી

ભૂજઃ કચ્છના રણમાં દરવર્ષે દેશ-વિદેશના અનેક પક્ષીઓનો નઝારો જોવા મળતો હોય છે. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ –શિયાળો ગાળવા આવે છે. ત્યારે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત […]

કચ્છના નાના રણમાં જોવા મળ્યું પાકિસ્તાનથી આવેલુ પક્ષી

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જમીન સીમાથી જોડાયેલો છે. દરમિયાન કચ્છના નાના રણમાં હોબારા નામનું પક્ષી જોવા મળ્યું હતું. એટલું જ નહીં પક્ષીના પગમાં પાકિસ્તાનમાં લગાવવામાં આવેલી રીંગ મળી આવી હતી. જેથી સુરક્ષા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર  વઢવાણ ખાતે રહેતા પક્ષીપ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં વિદેશી પક્ષીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code