Site icon Revoi.in

બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડો ઘૂસતા દહેશત: VIP રોડની સોસાયટીના CCTVમાં કેદ

Social Share

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદ શહેરના અત્યંત પોશ ગણાતા બોપલ-ઘુમા વિસ્તારમાં અચાનક એક આદમખોર દીપડો ઘૂસી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ સર્જાયો છે. ઘુમા વીઆઈપી રોડ પર આવેલી ‘શરણદીપ સોસાયટી’માં દીપડાની હિલચાલ સીસીટીવીમાં કેદ થતાં જ વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

મળતી વિગતો મુજબ, રવિવાર (19 જુલાઈ)ની મોડી રાત્રે સોસાયટી નજીકના રસ્તા પરથી પસાર થઈ રહેલા બે સ્થાનિક નાગરિકોની નજર અચાનક દીપડા પર પડી હતી. રહેણાંક વિસ્તારમાં વન્યજીવને જોતાં જ બંને દંગ રહી ગયા હતા અને તુરંત જ પરિવારો તથા સોસાયટીના રહીશોને સાવધાન કર્યા હતા. રહીશોએ સુરક્ષાના ભાગરૂપે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં દીપડો આરામથી ફરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે નજરે પડ્યું હતું.

વનવિભાગ દ્વારા પાંજરું મૂકવા સહિત સઘન શોધખોળ

રહેણાંક સોસાયટીમાં દીપડાની હાજરીની પુષ્ટિ થતાં જ સભ્યોએ તુરંત વનવિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વનવિભાગની ટીમ તાબડતોબ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી ગઈ હતી. હાલમાં અધિકારીઓ સીસીટીવી ફૂટેજ તેમજ જમીન પર દીપડાના પગના નિશાન (Pugmarks) આધારે તે કઈ દિશામાં ગયો છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. દીપડો અન્ય કોઈ સોસાયટીમાં પ્રવેશે નહીં કે નાગરિકો પર હુમલો ન કરે તે માટે આસપાસના વિસ્તારોમાં પાંજરું ગોઠવીને સઘન કૉમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Exit mobile version