Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિની એડવાન્સ ટેક્સની યોજનાનો લાભ લેવા ટેક્સધારકોને પત્ર લખાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશને પોતાની આવક વધારવા એડવાન્સ ટેક્સની યોજના અમલમાં મુકી હતી તેને શહેરીજનોએ સારોએવો પ્રતિસાદ મળ્યો છે. એએમસીને કરોડો રૂપિયાની આવક થઈ છે. જેથી વિકાસ કામોને વેગ આપી શકાયો છે. હજુ ઘણા લોકોએ મ્યુનિ,ની ટેક્સ રિબેટ યોજનાનો લાભ લીધો નથી. આવા ટેક્સદાતાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ ન ભરનારાઓને મ્યુનિ.દ્વારા સ્મૃતિપત્ર લખવામાં આવશે અને એડવાન્સ ટેક્સ ભરવાથી કેટલો ફાયદો થાય છે. તેની સમજણ આપવામાં આવશે.

સૂત્રોના જમાવ્યા મુજબ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના 22 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. જેને અત્યાર સુધીમાં 4.32 લાખ લોકોએ લાભ લીધો છે. લોકો વધુમાં વધુ આ ટેક્સ રિબેટ યોજનાનો લાભ લે તેના માટે થઈ અને હવે ટેક્સ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટેક્સધારકો એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ લીધો નથી તેઓને આ રીબેટ યોજનાથી કેટલો લાભ થાય તેની માહિતી સાથેનો એક પત્ર મોકલવામાં આવશે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ટેક્સ વિભાગ દ્વારા 22 એપ્રિલથી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં લોકોનો પ્રતિસાદ સારો મળ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ વિભાગ દ્વારા જાહેર ખબરો તેમજ સમાચાર પત્રોમાં માહિતી આપીને જાહેરાત કરવામાં આવે છે રૂ.441 કરોડના અત્યાર સુધીમાં ટેક્સની આવક થઈ છે જે ગત વર્ષ કરતા રૂ.180 કરોડથી વધુ છે. લોકો સુધી વધુ માહિતી પહોંચે તેના માટે હવે જે પણ ટેક્સધારકોને ટેક્સ ભરે તેના માટે વ્યક્તિગત પત્ર લખવામાં આવશે. જેથી તેઓ વધુ વળતર મેળવી શકે અને મ્યુનિ.કોર્પોરેશનની આવક થઈ શકે છે.