Site icon Revoi.in

રાજસ્થાનમાં આજથી 3 મે સુધી લોકડાઉન, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

Social Share

જયપુર : સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ વણસી છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે રાજ્યમાં સરકાર લોકડાઉન કરવા અગ્રેસર થઇ છે. ત્યારે રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે આજે એટલે કે 19 એપ્રિલથી 3 મે સુધી લોકડાઉન લગાવી દીધું છે. ગેહલોત સરકારે આ લોકડાઉનને ‘જન અનુશાસન પખવાડિયા ‘નામ આપ્યું છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. બજાર-માલ-સિનેમાઘરો પણ બંધ રહેશે. આ સિવાય ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં રવિવારે કોરોના વાયરસથી બે ધારાસભ્યો સંક્રમિત જાણવા મળ્યા હતા.આ સંક્રમણથી 10,514 નવા કેસો સામે આવ્યા છે અને સંક્રમિતોની સંખ્યા વધીને 4,14,869 થઇ ગઈ છે. વળી,42 વધુ દર્દીઓનાં મોતને લીધે મહામારીને લીધે અત્યાર સુધીમાં 3,151 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 67,387 થઇ ગઈ છે.

‘જન અનુશાસન પખવાડિયા’દરમિયાન આ સેવાઓ રહેશે શરૂ

દેવાંશી