Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસે સસ્પેન્ડ કર્યાં

Social Share

અમદાવાદઃ સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રહેલા નીલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. કૉંગ્રેસની શિસ્ત સમિતીએ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. ટેકેદારો હાજર ન રહેતા કુંભાણી ફોર્મ રદ થયુ હતુ જે બાદથી કુંભાણી પોતાના ઘરેથી ગાયબ છે ત્યારે આજે કોંગ્રેસે તેમને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

ગુજરાતમાં આગામી તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. મતદાન પૂર્વે જ રાજ્યમાં ભાજપા એક બેઠક બિનહરીફ જીતી છે. જ્યારે 25 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. રાજ્યની 25 બેઠકો ઉપર યોજાનારી ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં હવે ભાજપા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો રાજ્યમાં ઝંઝાવતી પ્રચાર પ્રસાર કરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1મી મેથી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર શરૂ કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27મી એપ્રિલથી પ્રચાર તેજ બનાવશે. આ ઉપરાંત કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર-પ્રસાર કરશે.