Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસના મમતા બેનર્જીને મનાવવાના પ્રયાસો

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. તેમજ આ સંગઠનને ઈન્ડી ગઠબંધન નામ નામ આપવામાં આવ્યું છે. જો કે, ઘણા સમયથી વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. જે તે રાજ્યના સ્થાનિક રાજકીય પક્ષો પોતાની મરજીની બેઠકોની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં બેઠકોની ફાળવણી મામલે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીને મનાવવાની કવાયત શરુ કરી છે. બંગાળમાં મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની તાજેતરમાં જ જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચીને લઈને એનસીપી(શરદ પવાર), શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન શરદ પવાર અ ઠાકરેએ રાહુલ ગાંધીને ફોન કર્યો હતો. આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મહાવિકાસ અઘાડીની બેઠક મળશે. જેમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવશે. એઆઈસીસી મહાસચિવ રમેશ ચેન્નથલાએ જણાવ્યું હતું કે, મહાવિકાસ અઘાડી આગામી 27-28 ફેબ્રુઆરીના રોજ પોતાની અંતિમ બેઠકમાં લોકસભાની 48 બેઠકોની ફાળવણીની સમજુતી ફાઈનલ કરી દેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં કોંગ્રેસને પહેલા એક બેઠક ફાળવવાનો નિર્ણય કર્યા બાદ હવે કુલ 3 બેઠકો ફાળવવાનો નિર્ણય કર્યો હતો. આમ દિલ્હીની સાત બેઠકો પૈકી ચાર ઉપર આમ આદમી પાર્ટી અને 3 બેઠક ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારશે આવી ફોર્મુલા ફાઈનલ થઈ છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બેઠકોની ફાળવણીને લઈને દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજએ જણાવ્યું હતું કે, એકદમ સકારાત્મક બેઠક રહી છે અને આપ અને કોંગ્રેસ બંને ઈન્ડિ ગઠબંધનના મજબુત પક્ષ છે, અમે સાથે મળીને દિલ્હીમાં લડીશું અને ભાજપાને તમામ સાતેય બેઠકો ઉપર પરાજીત કરીશું.