Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને મહેશ પટેલ કાર્યકરો સાથે ભાજપામાં જોડાયાં

Social Share

અમદાવાદઃ આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને તેમના સમર્થકો ભાજપામાં જોડાયાં હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહેશ પટેલ અને મહેશ વસાવાને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર ખાતે ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્વ MLA મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત સંજ્ય મોરી, જગદીશ પટેલ, બાલુભાઈ છોટુ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચના આપના કાર્યકરો પણ ભાજપામાં જોડાયાં હતા.

લોકસભા ચૂંટણી પૂર્વે તાજેતરમાં જ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ કોંગ્રેસનો સાથ થોડીને ભાજપામાં જોડાયાં હતા. દરમિયાન આજે રાજ્યના સિનિયર રાજકીય નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા સહિતના નેતાઓ આજે ભાજપામાં જોડાયાં હતા. બીટીપીના નેતા મહેશ વાસાવા ભાજપમાં જોડાવાની અટકળો કેટલાક દિવસોથી ચાલતી હતી. એટલું જ નહીં સીઆર પાટીલ અને મહેશ વસાવા વચ્ચે તાજેતરમાં કેટલીક બેઠકો પણ જોડાઈ હતી. અંતે મહેશ વાસાવાએ આજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. મહેશ વાસાવાના આગમનથી આદિવાસી વિસ્તારમાં ભાજપા વધારે મજબુત બનશે.