Site icon Revoi.in

19 એપ્રિલથી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી, 4 જૂને પરિણામ જાહેર થશે

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચે ઘોષણા કરી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં કરાવવાનું એલાન કર્યું છે. આ સિવાય સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ વોટિંગ થશે. 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું અને કહ્યુ છે કે લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું વોટિંગ 19 એપ્રિલે, 26 એપ્રિલે બીજા તબક્કો, 7 મેએ ત્રીજા તબક્કો, 13 મેએ ચોથા તબક્કો, 20 મેએ પાંચમા તબક્કો, 25 મેએ છઠ્ઠા તબક્કો અને 1 જૂને સાતમા તબક્કાનું વોટિંગ થશે. જ્યારે લોકસભાની ચૂંટણી માટેની મતગણતરી 4 જૂને હાથ ધરાશે અને તેના પછી પરિણામ જાહેર થશે.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, પહેલા તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર વોટિંગ થશે. ત્યાર બાદ બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89, ત્રીજા તબક્કામાં 7 મેએ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94, ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર વોટિંગ થશે. તો પાંચમા તબક્કામાં 20 મેએ 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોની 49 બેઠકો પર વોટિંગ થશે. છઠ્ઠા તબક્કામાં 25 મેએ 7 કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોની 57 બેઠકો પર અને સાતમા તબક્કામાં પહેલી જૂને 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોની 57 બેઠકો પર વોટિંગ થશે.

22 રાજ્યોમાં સિંગલ ફેઝમાં, 4 રાજ્યોમાં ડબલ ફેઝમાં, 2 રાજ્યોમાં થ્રી ફેઝમાં, 3 રાજ્યોમાં ફોર ફેઝમાં, 2 રાજ્યોમાં 5 ફેઝમાં અને ત્રણ રાજ્યોમાં 7 ફેઝમાં વોટિંગ થશે.

જેમાં અરુણાચલ પ્રદેશ, અંદમાન-નિકોબાર, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, દાદરાનગર-હવેલી, દિલ્હી, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, લક્ષદ્વીપ, લડાખ, મિઝોરમ, મેઘાલયલ, નાગાલેન્ડ, પુડ્ડુચેરી, સિક્કીમ, તમિલનાડુ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં વોટિંગ થશે.

ચાર રાજ્યો -કર્ણાટક, રાજસ્થાન, ત્રિપુરા અને મણિપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે.

ચંદીગઢ અને આસામમાં ત્રણ તબક્કામાં વોટિંગ થશે.

જ્યારે ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડમાં ચાર તબક્કામાં વોટિંગ થશે.

મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં વોટિંગની પ્રક્રિયા હાથ ધરાશે.

સૌથી મોટા રાજ્યોમાં સામેલ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં વોટિંગ થશે.