Site icon Revoi.in

મધ્યપ્રદેશઃ સીએમ શિવરાજસિંહે સ્કૂલની મુલાકાત લીધી, બાળકોને ભણાવતો વીડિયો વાયરલ

Social Share

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ શિવરાજની અનોખી સ્ટાઈલ અહીં જોવા મળી રહી છે. સીએમ શિવરાજનો આ વીડિયો સિહોરના નસરુલ્લાગંજની સીએમ રાઇઝ સ્કૂલનો છે. આ વીડિયોમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સ્કૂલ પહોંચ્યા બાદ બાળકોને ભણાવતા જોવા મળ્યા હતા. આ સિવાય સીએમ શિવરાજે બાળકો સાથે ક્રિકેટ પણ રમી હતી. તેમજ સીએમ શિવરાજે બોલિંગ કરી હતી.

આ વીડિયોમાં શિવરાજ સિંહ ચૌહાણ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ત્યાં ઉભેલા એક શિક્ષકે મુખ્યમંત્રી તરફ ઈશારો કરીને પૂછ્યું, શું તમે તેમને ઓળખો છો? આના પર બાળકો હા પાડી દે છે. આ સાથે બાળકોએ શિવરાજ સિંહ વડાપ્રધાન હોવાનું કહ્યું હતું. બાળકોની સાંભળીને સીએમ શિવરાજ અને ત્યાં હાજર તમામ લોકો જોરથી હસી પડ્યા. આના પર ત્યાં હાજર એક શિક્ષકે મામલો સંભાળ્યો અને કહ્યું કે આગામી દિવસોમાં તેઓ જ બનશે.

શિવરાજ સિંહે જિલ્લામાં નિર્માણાધીન બ્રિજ અને એપ્રોચ રોડનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઈમાનદારીથી કામ કરનારાઓનું સન્માન કરવામાં આવશે. અહીં મુશ્કેલી સર્જનારાઓ માટે કોઈ સ્થાન નથી. આવા લોકો પોતાના ઘરે બેસી ગયા છે. આ પછી સીએમ શિવરાજ સિંહે કહ્યું કે કામ કરવા માટે એક્શન મોડમાં હોવું જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બે મહત્વના પ્રોજેક્ટ છે. જેના થકી સિહોર અને દેવાસ જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.