Site icon Revoi.in

મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં કોરોનાના કેસો વધતા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું

Social Share

 

મુંબઈઃ-દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  કોરોનાના કેસો સતત વધતા પણ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને શનિવારથી જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. શનિવારથી આ જીલ્લામાં આઠ દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

સત્તાવાર જારીલકરવામાં આવેલા આદેશ પ્રમાણે જિલ્લામાં ચાર સ્તરના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ દરમિયાન, ફક્ત આવશ્યક વસ્તુઓને જ છૂટ આપવામાં આવી છે, પરંતુ આવનારા આઠ દિવસ સુધી, બાકીની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. સત્તાવાર હુકમ મુજબ જિલ્લામાં સોમવારથી શુક્રવાર સુધી પ્રતિબંધો લાગુ રહેશે. જ્યારે શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.

સતારા સિવાય મહારાષ્ટ્રના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં કોરોના કેસ વધી રહ્યા છે, ત્યાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ જિલ્લાઓ સાંગલી, કોલ્હાપુર, સોલાપુર અને અહેમદનગરનો સમાવેશ થાય છે. જો કે, મુંબઈ, પુણે, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, પિંપરી, ચિંચવાડ, નાસિક, વસઈ-વિરાર અને મહારાષ્ટ્રની અન્ય પાલિકાઓમાં પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર દેશના એક એવા રાજ્યોમાં એક  છે જ્યાં દરરોજ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે મહારાષ્ટ્રમાં 9 હજારથી પણ વધુ કેસો સામે આવ્યા હતા.