Site icon Revoi.in

મહુઆ મોઈત્રાના એક્સ બોયફ્રેન્ડે શશી થરુરને ગણાવ્ચા હેવાન, કહ્યુ આ “નીચ” જેલમાં હોવા જોઈએ

Social Share

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા ચર્ચામાં રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરુરને લઈને સોશયલ મીડિયા પર ગંભીર દાવો કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે આ વ્યક્તિ બેહદ ઘૃણિત અને બિભત્સ છે. આ વ્યક્તિને જેલમાં હોવું જોઈએ. હકીકતમાં જય અનંત દેહાદ્રોઈએ કોઈ યુવતીની પોસ્ટને પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. આ યુવતીએ શશી થરુર સાથેની પોતાની આપવીતી શેયર કરી છે. આ નોટમાં યુવતીએ જયની સાથે આ ઘટનાક્રમને શેયર કર્યો છે, જ્યારે તે થરુરને મળી હતી.

જય અનંત દેહદ્રોઈએ પીડિતા દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં તેની ઓળખને છૂપાવતા પોસ્ટ કરી છે. જય અનંતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ છે શશી થરુરની હકીકત. ધૃણિત અને બિભત્સ. આ નીચ વ્યક્તિને જેલમાં હોવું જોઈએ. હું દેશની કોઈપણ કોર્ટમાં મામલાના જતા પહેલા પીડિતાની ઓળખને છૂપાવી રહ્યો છું. જય અનંત દેહાદ્રાઈએ #METOO આંદોલનની તર્જ પર આ આરોપ શેયર કર્યો છે અને કહ્યુ છે કે તે આ મામલામાં કોર્ટમાં પણ જશે.

પીડિતાએ દેહાદ્રાઈને જે મેસેજ કર્યો છે, તે દેહાદ્રાઈએ શેયર કર્યો છે. તેમાં લખ્યુ છે કે હું સીધી મુદ્દા પર આવું છું. આ એ વાત સાથે જોડાયેલું છે. જેમાં તમે શશી થરુર સંદર્ભે ટ્વિટ કર્યું હતું. તો હું તે કાર્યક્રમમાં હાજર હતી, જે ઓક્ટોબરમાં થયો હતો અને આંબેડકર પર લખેલા શરુરના પુસ્તકનું લોન્ચિંગ હતું. તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણીમાં તેઓ ઉભા હતા. આ ઈવેન્ટ બાદ હું તેને (થરુરને) મળી અને થોડી વાતચીત કરી (હું તેમની ઘણી મોટી પ્રશંસક હતી) અને તે વાતચીત બાદ અમે હાથ મિલાવ્યો. પરંતુ તે ઘણું વિચિત્ર હતું, કારણ કે તે મારા હાથને ઘણી તાકાતથી અને વિચિત્ર રીતે દબાવી રહ્યા હતા. જે દર્દનાક પણ હતું. આ આખી ઘટના દરમિયાન જ્યારે અમારી વાતચીત થઈ રહી હતી, ત્યારે તેમની નજર મારી છાતી પર ખોડાયેલી હતી. જે બેહદ વિચિત્ર હતું. તે દિવસે મેં ખુદને જ એમ વિચારીને સાંત્વના આપી હતી કે બની શકે છે કે આ જાણીજોઈને કરવામાં આવ્યું હોય, કારણ કે મને ખરેખર ભરોસો થઈ રહ્યો ન હતો કે તે વ્યક્તિ જેના માટે હું ફેનગર્લની જેમ હોવું, તે આવું પણ કરી શકે છે.

આ પોસ્ટમાં આગળ લખેલું છે કે આ ઘટના બાદમાં હું ફરી એકવાર તેમને અલગ ઈવેન્ટ (ઓમ માથુરના પુસ્તકનું લોન્ચિંગ)માં મળી હતી. તે શાતિરાના રીતે મારી સાથે વાત કરી રહ્યા હતા. હું હવે આ તમારી સાથે એટલા માટે શેયર કરું છું, કારણ કે તમારા ટ્વિટ બાદ ને લાગે છે કે તે આ વ્યક્તિની આદત છે. આ અફસોસજનક છે. પરંતુ હું તમને આની વિરુદ્ધ (કદાચ જયની પૂર્વ મહિલા મિત્ર) ઉભા રહેવા માટે મોટી શાબાશી આપું છું. હું તમને જણાવી પણ શકતી નથી કે મેં વ્યક્તિ તરીકે કેવી ખતરનાક વાતો સાંભળી છે. મને ખબર છે કે આવા લોકો વિરુદ્ધ ઉભા રહેવું બિલકુલ પણ આસાન નથી. પરંતુ તમે જરૂર આવું (લડતા રહેશો) કરશો . મજબૂત રહો.

થરુર પર પહેલા પણ ગંભીર આરોપ લગાવી ચુક્યા છે દેહાદ્રાઈ

મહત્વપૂર્ણ છે કે જય દેહાદ્રાઈ પહેલા પણ થરુર પર ગંભીર આરોપો લગાવી ચુક્યા છે. તેમણે 6 અને 8 ડિસેમ્બરે પણ થરુર પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે આ વ્યક્તિને જેલમાં હોવું જોઈએ. જય અનંતે 8 ડિસેમ્બરે કરવામાં આવેલા એક ટ્વિટમાં લખ્યું હતું કે શશી થરુરને જેલમાં હોવું જોઈએ, સંસદમાં નહીં. તેમની આ પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટ સાથે જોડાયેલી હતી. જેને તેમણે બાદમાં ડિલિટ કર્યું હતું. પોતાની 6 ડિસેમ્બરની જૂની પોસ્ટમાં જય અનંત દેહદ્રાઈએ દાવો કર્યો હતો કે મહુઆ મોઈત્રા અને તેમની સામે શશી થરુરે એક મહિલાની છેડતી કરી હતી અને મહુઆ આ મુદ્દા પર ચુપ રહ્યા હતા.