Site icon Revoi.in

લાંબા અને કાળા વાળ માટે આહારમાં કરો આટલો ફેરફાર

Social Share

આહારની સીધી અસર તમારા વાળના સ્વાસ્થ્ય પર પડે છે. કેટલીક ખાદ્ય વસ્તુઓ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જ્યારે કેટલીક વસ્તુઓ વાળને નુકસાન પહોંચાડે છે. જો તમે તમારા વાળ કાળા, લાંબા અને ઘટ્ટ કરવા ઈચ્છો છો તો તમારે તમારા આહારમાં થોડો ફેરફાર કરવો પડશે.

• સ્વસ્થ વાળ માટે આજે જ છોડો 8 ફુડ

મીઠી વસ્તુઓ: ખાંડવાળી વસ્તુઓ ખાવાથી તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે.
સોડા અને એનર્જી ડ્રિંક્સઃ તેમાં હાજર સુગર અને કેફીન વાળને નુકસાન પહોંચાડે છે.

પ્રોસેસ્ડ ફૂડઃ પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ અને ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ હોય છે, જે વાળ માટે હાનિકારક છે.
મેંદો: મેંદામાં પોષક તત્વોનો અભાવ હોય છે, જે વાળના વિકાસને અસર કરે છે.

વધુ પડતું મીઠું: ખોરાકમાં વધુ પડતું મીઠું શરીરમાં ડિહાઈડ્રેશનનું કારણ બને છે, જેના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે.

આલ્કોહોલઃ આલ્કોહોલ શરીરમાંથી પાણીને શોષી લે છે, જેનાથી વાળના મૂળ નબળા પડે છે.

કોફી અને ચા: વધુ માત્રામાં કોફી અને ચા પીવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે.

ફાસ્ટ ફૂડ: ફાસ્ટ ફૂડમાં કેલરી, ચરબી અને સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જે વાળ માટે હાનિકારક છે.

Exit mobile version