Site icon Revoi.in

ભારતમાં કોરોનાકાળમાં પીપીઈ કીટ અને એન-95 માસ્કનું જંગી ઉત્પાદન

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. તેમજ તબીબો માસ્કની સાથે પીપીઈ કીટનો ઉપયોગ કરે છે. જેથી માસ્ક અને પીપીઈ કીટની માંગવામાં વધારો થયો હતો. ભારતમાં કોરોનાકાળમાં માત્ર સાત જ મહિનામાં 6 કરોડથી વધારે પીપીઈ અને 15 કરોડથી વધારે એન-95 માસ્કનું ઉત્પાદન થયું છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, માર્ચ સુધી ભારતમાં કોઈ કંપની પીપીઈ સૂટનું ઉત્પાદક કરતી ન હતી. જો કે, આજે 11 હજારથી વધારે કંપનીઓ સુરક્ષાત્મર ઉપકરણ બનાવી રહી છે. આ પ્રકારે માર્ચમાં માત્ર બે કંપની એન-95 માસ્ક બનાવતી હતી. આજે 200થી વધારે કંપનીઓ એન-95 માસ્કનું ઉત્પાદન કરે છે. ભારતે માર્ચથી ઓક્ટોબર સુધી 6 કરોડથી વધારે પીપીઈ અને 15 કરોડ એન-95 માસ્કનું ઉત્પાદન કર્યું. જ્યારે 2 કરોડથી વધારે પીપીઈ સૂટ અને 4 કરોડ માસ્કની અત્યાર સુધીમાં નિકાસ કરવામાં આવી છે.