Site icon Revoi.in

નવુ વર્ષ દ્રઢ સંકલ્પ-ઈચ્છાશક્તિઓ સાથે આપના સંકલ્પ સિદ્ધ થાયઃ મોદી

Social Share

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા ઉપર એક પ્રેરણાદાયક સંદેશ શેર કર્યો હતો. જેમાં તેમણે નવા વર્ષમાં દ્રઢ સંકલ્પ, ઉદ્દેશ્યની સ્પષ્ટતા અને આત્મવિશ્વાસની સાથે જીવનમાં આગળ વધવા મુદ્દે પ્રોત્સાહિત કર્યાં હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું હતું કે, મારી કામના છે કે, આવનારા સમયમાં આપને તમામ પ્રયાસમાં સફળતા મળે. દ્રઢ સંકલ્પ અને ઈચ્છાશક્તિ માટે નવા વર્ષમાં આપના સંકલ્પની સિદ્ધિ થાય.

તેમણે વધુમાં લખ્યું હતું કે, ઉત્થાત્વ્યં જાગૃતવ્યં યોક્તવ્યં ભૂતિકર્મસુ, ભવિષ્યતીત્યેવ મનઃ કૃત્વા સતતમવ્યથૈઃ, તેમણે શુક્રવારે ભારત કેસરી મન્નથુ પદમનાભનની જ્યંતિ ઉપર તેમને યાદ કર્યાં હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે, મન્નથુ પદ્દમનાભનની જ્યંતિ પર આપણે એક મહાન વ્યક્તિને ખુબ સન્માન સાથે યાદ કરીએ છીએ. તેમણે પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરી દીધુ, તેઓ દૂરનુ વિચારનાર વ્યક્તિ હતા જે માનતા હતા કે, સાચી સફળતા આત્મ-સમ્માન, બરાબરી અને સમાજ સુધારથી જ મળે. હેલ્થ, શિક્ષા અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં તેમનું ખાસ યોગદાન પ્રેરણા આપનારુ છું. તેમના વિચારો હંમેશા ન્યાય, દયા અને એકતાથી ભરેલુ સમાજ બનાવવાની અમારી યાત્રામાં અમારુ માર્ગદર્શન કરશે.

તાજેતરમાં પણ વડાપ્રધાને પોતાના સંદેશામાં પ્રેરણાદાયક માર્ગદર્શનની સાથે સાથે સાંસ્કૃતિક અને દાર્શનિક વિચારોને શેર કર્યાં હતા. તેમણે ગુરુવારે નવા વર્ષ નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવી હતી અને સમાજમાં શાંતિ, સમૃદ્ધિ અને સમગ્ર કલ્યાણની કામના કરી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, 2026ની આપ તમામને ખુબ-ખુબ શુભકામનાઓ. કામના કરું છું કે, આ વર્ષ દરેક માટે નવી આશાઓ, નવા સંકલ્પ અને એક નવો આત્મવિશ્વાસ લઈને આવે. તમામને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે.

વધુ વાંચો: IC-814 હાઇજેક અંગે આતંકી મસૂદ અઝહરનો નવો ઓડિયો સામે આવ્યો

Exit mobile version