Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીઃ ખેડાના ગળતેશ્વરમાં ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ

Social Share

અમદાવાદ, 19 જૂન 2026: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુકી છે. દરમિયાન આજે સવારે ચાર કલાક દરમિયાન ખેડાના તળતેશ્વરમાં 2.91 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 46 તાલુકામાં સવારથી અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે.

સવારે 6થી અત્યાર સુધીમાં પંચમહાલના કાલોકમાં 2.48 ઈંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 2.20 ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં 1.81 ઈંચ, ઘોઘંબામાં 1.69 ઈંચ અને વડોદરાના દેસરમાં 1.30 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જ્યારે અન્ય તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

દરમિયાન આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન પંચમહાલના હાલોલમાં 116 મીમી, ગોધરામાં 85 મીમી, જાબુંધોડામાં 80 મીમી, શહેરામાં 78 મીમી, બોટાદના બરવાડામાં 70, મહેસાણાના કડીમાં 65, નડિયાદમાં 53 મીમી વરસાદ નોંધાયો હતો. સવારે 8 કલાકે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 76 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Exit mobile version