Site icon Revoi.in

મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ અસારવા-સોલા સિવિલમાં રોજના સરેરાશ 150થી વધારે કેસ નોંધાય છે

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હાલ કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ ઓફિસ લીધો છે. જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. અમદાવાદની સૌથી મોટી ગણાતી બે મોટી સરકારી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં દરરોજ મચ્છરજન્ય રોગચાળાના 150થી વધારે કેસ નોંધાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દરરોજના સરેરાશ 40 જેટલા કેસ નોંધાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ચોમાસાએ વિદાય લીધો છે, પરંતુ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઘરે-ઘરે હાલ બિમારીની ખાટલા હોય તેમ મેલેરિયા અને ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી કોર્પોરેશનનનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ રોગચાળો વકરતો અટકાવવા માટે કવાયત શરૂ કરી છે. એક ખાનગી હોસ્પિટલના પ્રેસિડેન્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં પણ રોજના 30થી 40 ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ નોંધાય છે. આ રોગચાળો એટલી હદે વકર્યો છે કે બે મહિનામાં જ 40 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. ચિકનગુનિયાના દર્દીમાં સાંધા જકડાઈ જવાની સમસ્યા મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ પાછલા બે મહિનામાં ચિકનગુનિયાના દર્દીઓમાં ફેફસામાં ગંભીર ઈન્ફેક્શન પણ જોવા મળી રહ્યું છે.