Site icon Revoi.in

ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીનો વપરાશ પણ વધ્યો છે. જેના પગલે અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો છે જેથી પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આવેલા જળાશયોમાં પાણીનો જથ્થો 20 ટકાથી ઓછો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને 15મી જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસુ બેસવાની શકયતા છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના પૂર્વે જ સરકારે સુજલામ-સુફલામ યોજના હેઠળ જળાશયો અને તળાવની સાફ સફાઈ કરવામાં આવી છે. જેથી ચોમાસામાં નવા પાણીની આવક થાય, પરંતુ જો વરસાદ ખેંચાશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. ખેડૂતો પણ હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

સુત્રોના જમાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 13.19 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 38.95 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 52.06 અને કચ્છના 20 જળાશયોમાં 15.36 ટકા પાણી હોવાનું જાણવા મળે છે.

(PHOTO-FILE)