Site icon Revoi.in

વાયબ્રન્ટ સમિટમાં ફાર્મા ઉદ્યોગના રો-મટિરિયલ્સની ઉપલબ્ધિ માટે પણ MOU કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે હરણફાળ ભરી છે. અનેક લોકોને રોજગારી આપતા ફાર્મા ઉદ્યોગનો હજુ પણ વિકાસ થઈ શકે તેમ છે. તેથી આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ ક્ષેત્રમાં થઇ રહેલી નવી ઇનોવેટીવ ટેક્નિકસ અને અન્ય ફાર્મા પ્રોડકટ્સનું રો મટિરિયલ રાજ્યમાં બનાવવામાં આવે તેવી આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં 10,11,12 જાન્યુઆરી 2022ના દિવસોમાં ચર્ચા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના ફાર્મા ઉદ્યોગે નવી ક્ષિતિજો હાંસલ કરી છે. હવે તો વિદેશમાં નિકાસ ક્ષેત્રે પણ કાઠું કાઢ્યુ છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ ક્ષેત્રમાં થઇ રહેલી નવી ઇનોવેટીવ ટેક્નિકસ અને અન્ય ફાર્મા પ્રોડકટ્સનું રો મટિરિયલ રાજ્યમાં બનાવવામાં આવે ચર્ચા કરવામાં આવશે. અને તે અનુસંધાને રાજ્ય સરકાર આગામી 8મી ડિસેમ્બરે એક ફાર્મા પ્રી-ઇવેન્ટ સેમિનાર  યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ફાર્મા સેકટર દવાઓ બનાવવા માટે અંદાજે 400 ટન જેટલા રો મટિરિયલ્સની આયાત કરે છે અને તેવું જ જુદા જુદા પ્રોડક્ટસ માટે થાય છે. આ પરિસ્થિતિમાં આવા રો મટિરિયલ્સ આપણને ગુજરાતમાં જ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવાના છે અને તે માટે જરૂર પડે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્ટયુટીકલ્સ પણ અન્ય ઉદ્યોગોની જેમ નાણાકીય ટેકો આપશે. રાજ્ય સરકાર પણ ઇન્સેન્ટીવ્સ આપશે. ગુજરાતની મોટી ફાર્મા કંપનીઓ ઝાયડસ, ટોરન્ટ વગેરેએ કોરોના સામેની વૅક્સિન બનાવીને દુનિયામાં નામ કમાયું છે. હવે નાના બાળકો માટેની વૅક્સિન બનાવવામાં પણ ઝાયડસ આગળ વધી રહી છે તે પણ મોટી સિદ્ધિ કહી શકાય.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ વર્ષે’ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં પણ દુનિયાના અન્ય દેશો ગુજરાતમાં ફાર્મા યુનિટ્સ સ્થાપે તે માટે વિશિષ્ટ પ્રયાસો કરવાના છે. હાલમાં લગભગ 40 થી 50 ટકા કંપનીઓમાં અમેરિકન કોલોબ્રેશનથી કામ થઇ રહ્યું છે અને તેઓની કવોલિટી કંટ્રોલની માન્યતા અમેરિકન ડ્રગ એડમિનિસ્ટ્રેશન આવે છે. હાલમાં દેશના દવાઓના 2 લાખ કરોડના ટોટલ એક્સપોર્ટમાં 70,000 કરોડએ ગુજરાતનો ફાળો છે. આમ’ વધુને વધુ ફાર્મા કંપનીઓ ગુજરાતમાં પોતાના યુનિટસ ઉભા કરે તેવા પ્રયાસો થશે.