Site icon Revoi.in

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીના નિવેદનથી એમ.એસ.ધોનીના પ્રસંશકોમાં નારાજગી

Social Share

દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો હોલ ઈંગ્લેન્ડમાં છે. જેમાં સ્મૃતિ માંધના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તી શર્મા અને હરમનપ્રીત કોરનો સમાવેશ થાય છે. આ તમામ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતના તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાની રમતથી પ્રભાવિત કર્યાં છે. જેમાં જેમિમા સૌથી આગળ છે. ધ હંન્ડ્રેડની મહિલા કેટેગરીમાં રન બનાવવામાં સૌથી આગળ છે. નોર્દન સુપરચાર્જર્સ ટીમનો હિસ્સો છે. પરંતુ 10 ઓગસ્ટના રોજ તેમની ટીમની મેચ ન હતી. જો કે, ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટ્રી કરવાનો મોકો મળ્યો હતો. કોમેન્ટ્રી દરમિયાન જેમિમાએ આપેલા એક નિવેદન હાલ ચર્ચામાં છે. જેમિમાએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઈને નિવેદન આપ્યું હતું.

કોમેન્ટ્રી દરમિયાન જેમિમાને પૂછવામાં આવ્યું છે સૌથી વધારે પસંદ વિકેટકીપર બેસ્ટમેન કોણ છે. જેથી જેમિમાએ ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટનું નામ આપ્યું હતું. જો કે તે પહેલા તેણે એમએસ ધોની પોતાના પ્રિય કીપર-બેસ્ટમેન હોવાનું કહ્યું હતું. જેમિમાએ કહ્યું કે મને લાગે છે એડમ ગિલક્રિસ્ટ.. અરે મને માફ કરજો એમએસ ધોની પણ, ભારતમાં લોકો મને મારી નાખશે. જેમિમાએ મજાકિયા અંદાજમાં કહ્યું હતું. જો કે, તેના આ નિવેદનથી ધોનીના પ્રસંશકોમાં નારાજગી ફેલાઈ છે.

ઈન્ગલેન્ડમાં એક્ટિવ ક્રિકેટર પણ કોમેન્ટ્રી કરે છે. જેથી જેમિમાને ગેસ્ટ કોમેન્ટ્રી માટે બોલાવાઈ હતી. ભારતીય ખેલાડીએ ધ હન્ડ્રેડમાં ધૂમ મચાવી રાખી છે. તેમણે પાંચ મેચમાં 60.25ની એવરેજથી 154.48ની સ્ટ્રાઈક રેટથી 241 રન બનાવ્યાં છે. સૌથી વધારે સ્ટોર અણનમ 92 છે. તેણે આ ટુર્નામેન્ટમાં ત્રણવાર 50-50 રન બનાવ્યાં છે. 100 રન બનાવનારા ખેલાડીઓમાં જેમિમા જેટલી એવરેજ અને સ્ટ્રાઈક રેટ કોઈનો નથી. જેમિમાની જોરદાર રમતને કારણે તેમની ટીમ નોર્દન સુપર ચાર્જર્સ હાલ બીજા નંબર ઉપર છે. ટીમે કુલ 3 મેચ જીતી છે.

(Photo-File)