Site icon Revoi.in

હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

Social Share

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં આઝાદી બાદ શાસનમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય પરંતુ હુકુમત મૌલવીઓ અને કટ્ટરપંથીઓ કરી રહ્યાં છે, પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા હતા પરંતુ કટ્ટરપંથીઓએ મોટાભાગના મંદિર સહિતના ધાર્મિક સ્થળોને નષ્ટ કર્યાં છે એટલું જ નહીં વર્ષોથી પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.

ઈતિહાસકારોના મતે, મુસ્લિમ કટ્ટરપંથીઓને 10-20 કે 100 વર્ષથી નહીં પરંતુ વર્ષોથી હિન્દુઓના ધાર્મિક સ્થળો આંખમાં કણાની ખુંચતા આવ્યાં છે. પાકિસ્તાનનું મુલતાનનો હિન્દુ સંસ્કૃતિ સાથે હજારો વર્ષો જૂનો સંબંધ છે, અહીં પ્રાચીન સુર્ય મંદિર અને નરસિંહ મંદિર સહિતના અનેક ધાર્મિક સ્થળો હતો જો કે, મુસ્લિમ આક્રમણકારોએ અને કટ્ટરપંથીઓએ આ ધાર્મિક સ્થળોને નુષ્ટ કરવાનો પ્રયાસ હોવાનો લાંબો ઈતિહાસ છે.

પાકિસ્તાનના દક્ષિણમાં આવેલું મુલતાનનો તેના પ્રાચીન સૂર્ય મંદિર અને પ્રહલાદ પુરીના નરસિંહ મંદિર સહિતના ધાર્મિત સ્થળોને કારણે આઠમી સદી સુધી દેશના પ્રમુખ મોટા અને સમૃદ્ધ શહેરોમાં સમાવેશ થતો હતો. ઈસા પૂર્વકાળના પ્રારંભિક ઈસ્વી સદીઓ સુધી ગ્રીક અને ફારસી ઈતિહાસકારો તેને સ્વર્ણ નગરી તરીકે ઓળખતા હતા. આમ મુલતાનનો એક સોનેરી ઈતિહાસ રહ્યો છે.

પાકિસ્તાનમાં મૌલવીઓ અને કટ્ટરપંથીઓ સામે શાસકોએ લાચાર હોય તેમ આ ધાર્મિક સ્થળોને મહત્વ આપીને તેનો જીર્ણોદ્ધાર કરવાનું ટાળ્યું હતું. મુલતાનમાં હાલ પણ પ્રાચીન સૂર્ય મંદિરના અવશેષો છે એટલું જ નહીં કેટલાક કટ્ટરપંથીઓ ખંડેર થઈ ગયેલા આ મંદિરને પણ નુકશાન પહોંચી રહ્યાં છે એટલું જ નહીં મંદિરની પાસે એક દરગાહ પણ ઉભી કરી દેવામાં આવી છે.

(PHOTOS-FILE)