Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહની પાક.ને ચેતવણી, જો સીમા પર હુમલો થશે તો ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરાશે

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન શાંતિને ડહોળવાના સતત પ્રયાસો કરી રહ્યું છે અને આતંકીઓ મોકલીને કાશ્મીરના નિર્દોષ નાગરિકોની હત્યા કરાવી રહ્યું છે ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, જો તે કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહીં કરે તો વધુ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. અમે દેશની સીમા પર હુમલોઓ સહન કરતા નથી. જો વધુ હુમલા થશે તો સર્જિકલ સ્ટ્રાઇક ફરી થશે.

શાહે સર્જીકલ સ્ટ્રાઇકને યોગ્ય ગણાવતા કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઇક એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઇક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઇપણ ભારતની સીમા પર હુમલો કરશે તો તે સહન નહીં કરવામાં આવે. વાતચીતનો સમય હવે પૂરો થયો છે, હવે પ્રતિક્રિયા આપવાનો સમય આવી ગયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગોવાની મુલાકાત દરમિયાન કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને પાર્ટી સાથે બેઠકો પણ કરી હતી. આપને જણાવી દઇએ કે, ભાજપે ગોવામાં ચૂંટણી પ્રભારી તરીકે દેવેન્દ્ર ફડણવીસની નિમણૂક કરી છે.

આ મુલાકાત દરમિયાન અમિત શાહે ગોવાના ધારબંદોરામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કર્યો હતો. તે ઉપરાંત તેલીગાંવમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. ભાજપના ધારાસભ્યો તેમજ વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.

નોંધનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણીને ળઇને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, સત્તાધારી ભાજપ 2022ની ચૂંટણી દરમિયાન ગઠબંધન માટે મહારાષ્ટ્રવાડી ગોમાંતક પાર્ટી સાથે કોઇ વાતચીત નથી કરી રહી. એમજીપી સાથે જોડાણ અંગે અત્યારે કોઇ વાટાઘાટો નથી અને આવો કોઇ પ્રસ્તાવ પણ નથી.