Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહની સરદારને શ્રદ્વાંજલિ, કહ્યું – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે પ્રકાશ જીવંત રાખે છે

Social Share

નવી દિલ્હી: આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્વાજંલિ આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન આપ્યું હતું.

આજે સરદાર પટેલની જન્મ જયંતિ પર ગૃહમંત્રી અમિત શાહ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેઓ એક્તા પરેડમાં પણ સામેલ થયા હતા. અહીંયા તેમણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર ફૂલ અર્પણ કરીને શ્રદ્વાંજલિ આપી હતી.

આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, સદીઓમાં માત્ર કોઇ એક જ સરદાર બની શકે છે અને તે એક સરદાર સદીઓ સુધી પ્રકાશને જીવંત રાખે છે. સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસને પીએમ મોદીએ રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે મનાવાનું શરૂ કર્યું. જે પરંપરાને આજે આપણે આગળ વધારી રહ્યા છીએ.

આ દરમિયાન તેઓએ ચાણક્યનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમણે દેશને એક કર્યો હતો. ત્યારબાદ સદીઓ પછી સરદાર પટેલેપણ દેશના એકીકરણનું કામ કર્યું હતું. જેના કારણે આજે ભારત વિશ્વમાં આગવુ સ્થાન બનાવી શક્યું છે. અંગ્રેજોની સામે પણ સરદાર પટેલે નેતૃત્વ કર્યું હતું. જેમાં તેઓ દરેક વાતને અંગ્રેજો સામે નીડર થઇને મુકતા હતા.

સરદાર પટેલે ભારતની એકતા અને અખંડિતતા માટે સતત કાર્ય કર્યું હતું પરંતુ પસ્તાવો એ છે કે કેટલાક લોકોએ તેને ભૂલવાનો પ્રયાસ કર્યો હતો. સ્વતંત્રતા બાદ પણ તેમને જે યોગ્ય સન્માન મળવું જોઇએ એ નથી મળ્યું.

નોંધનીય છે કે, આ વર્ષે પીએમ મોદી ઇટલીના રાજધાની રોમના પ્રવાસે છે એટલે તેમની જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહ એક્તા પરેડમાં સામેલ થયા હતા. આ પરેડમાં દરેક રાજ્યોની પોલીસે પરેડ કરી હતી.