Site icon Revoi.in

ચીનની અવળચંડાઇ સામે ભારતની રણનીતિ, હવે બનાવશે મોડલ ડિફેન્સ વિલેજ

Social Share

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીનની સરહદી વિસ્તારોમાં અવળચંડાઇ ફરીથી વધી રહી છે. હવે ભારતીય સેનાએ પણ ચીનની દરેક ચાલને નાકામ કરવા માટે રણનીતિ બનાવી છે.

ચીને લાઇફ ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે ત્રણ વર્ષ અગાઉથી જ ગામ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. LACની બીજી તરફ ચીન આ પ્રકારના 600 થી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી ચૂક્યું છે. જેને બોર્ડર ડિફેન્સ વિલેજ કહેવામાં આવે છે. આમાંથી 400 જેટલા બોર્ડર ડિફેન્સ વિલેજ પૂર્વિય વિસ્તારમાં જ સ્થિત છે.

ચીનની આ ચાલ સામે ભારતે પણ વ્યૂહરચના ઘડીને વળતો પ્રહાર કરવા માટે સજ્જ છે.

હવે ભારત LAC પાસેના ગામડાઓમાં આ પ્રક્રિયા તેજીથી કરી રહ્યું છે. અરુણાચલ પ્રદેશ સરકાર તેમજ ભારતીય સેના સંયુક્તપણે મોડેલ વિલેજને આકાર આપી રહ્યાં છે. LAC પાસે હાલમાં તો ત્રણ ગામની પસંદગી કરવામાં આવશે. હાલ તો આ પાયલટ પ્રોજેક્ટ છે. જેનો પાછળથી વિસ્તાર કરાશે.

થોડાક સમય પહેલા જ ચીને નવો ભૂ કાયદો લાગૂ કર્યો છે. જો કે ચીન તો પહેલાથી જ પોતાની અવળચંડાઇ ચલાવી રહ્યું છે અને LAC પર અનેક સંરક્ષણ ગામો બનાવી ચૂક્યું છે. આ ગામો ચીની સેના PLAની દેખરેખ હેઠળ છે. આ ગામોમાં મોટા કોમ્પ્લેક્સ છે અને તે દરેક સુવિધાઓથી સજ્જ છે.