Site icon Revoi.in

LAC વિવાદ: બીજા વિસ્તારોમાંથી સૈન્ય હટાવવા અંગે 9 એપ્રિલે ભારત-ચીન વચ્ચે થશે મંત્રણા

Social Share

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે હજુ પણ સરહદી વિવાદ પૂર્ણ રીતે શમ્યો નથી. પૂર્વીય લદ્દાખના પેંગોંગ સરોવર વિસ્તારમાંથી પોત-પોતાની સેના પાછી હટાવ્યા બાદ ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પરના સંઘર્ષવાળા અન્ય બિંદુઓ અંગે પણ વાતચીત કરશે. બંને દેશ વચ્ચે 9 એપ્રિલના રોજ સૈન્ય કમાન્ડર સ્તરની આ મંત્રણા યોજાય તેવી સંભાવના છે. તેમાં લદ્દાખના ગોગરા, હોટ સ્પ્રિંગ અને ડેપસાંગ મેદાનમાંથી સૈન્ય પરત લેવા અંગે મંત્રણા થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર બંને દેશ વચ્ચે સૈન્ય સ્તરની આ વાર્તાના રાજદ્રારી સ્તરના વાર્તાલાપ બાદ તાત્કાલિક થઇ રહી છે. તેમાં રાજદ્વારી સ્તરની વાતચીત દરમિયાન જે મુદ્દાઓ ઉઠાવવામાં આવેલા તેના પર વિસ્તારથી ચર્ચા થાય તેવી સંભાવનાઓ રહેલી છે.

નોંધનીય છે કે, બંને દેશ વચ્ચે આશરે એકાદ વર્ષ સુધી LAC મામલે વિવાદ ચાલ્યો હતો. જેમાં ગત મહિને પેંગોંગ સરોવર વિસ્તારના વિવાદનો અંત આવ્યો છે. બંને દેશૌ સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાર્તાઓના લાંબા દોર પછી સરોવરના અથડામણવાળા વિસ્તારમાંથી સેનાઓ પાછી હટાવવા સહમત થયા હતા.

(સંકેત)

Exit mobile version