Site icon Revoi.in

દેશની વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું

Social Share

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઑક્સિજનની માંગમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. સંકટના આ સમયમાં દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સિજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત ઑક્સિજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવા, સાધનો તેમજ સ્વાસ્થ્યકર્મીઓને એક જગ્યાએથી બીજે પહોંચાડવામાં આવી રહ્યા છે.

ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનો દેશ આખાના સ્ટેશનો પર ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કરી દીધું છે. આનાથી જે જે જગ્યા પર ઑક્સીજનની અછત છે ત્યાં ઑક્સીજન ખૂબ સરળતાથી પહોંચાડી શકાશે.

દેશની અનેક હૉસ્પિટલોમાં ઑક્સીજનની અછતને પગલે કટોકટી જેવી સ્થિતિ છે. અનેક હૉસ્પિટલોમાં દર્દીઓ ઑક્સીજન વગર દમ તોડી રહ્યા છે.

નોંધનીય છે કે, એક દિવસ પહેલા વાયુસેનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “કોવિડ-9 સામેની લડાઈમાં વાયુસેનાનું પરિવહન દળ મદદ કરી રહ્યું છે. દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ તેમજ કોવિડ હૉસ્પિટલોના નિર્માણ માટે તેઓ આરોગ્યકર્મીઓ, ઉપકરણ અને દવાઓને એરલિફ્ટ કરી રહ્યા છે.”

(સંકેત)