Site icon Revoi.in

દેશના ક્યાં રાજ્યમાં મળે છે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા? નીતિ આયોગે હેલ્થ ઇન્ડેક્સ કર્યો જાહેર, જુઓ સૂચિ

Social Share

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે જાહેર કરેલા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બાદ આજે નીતિ આયોગ દ્વારા હેલ્થ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દેશના ક્યાં રાજ્યોમાં ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેની સૂચિ જારી કરવામાં આ છે.

નીતિ આયોગના હેલ્થ ઇન્ડેક્સ અનુસાર દેશમાં સૌથી સર્વશ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવામાં કેરળ ટોપ પર છે. દેશમાં સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાના મામલે દક્ષિણના રાજ્યો અવ્વલ રહ્યા છે જ્યારે ઉત્તરના રાજ્યો પછાત સાબિત થયા છે.

આ સૂચિમાં કેરળ દેશમાં પ્રથમ ક્રમાંકે છે. બીજા નંબર પર તામિલનાડુ છે. છેલ્લા નંબરે ઉત્તર પ્રદેશ અને બિહાર છે. ઉત્તર પ્રદેશ અને બિહાર અનુક્રમે 19 અને 18માં સ્થાન પર છે.

દેશના નાના રાજ્યોની વાત કરીએ તો શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાની દ્રષ્ટિએ મિઝોરમ પ્રથમ ક્રમાંકે, જ્યારે ત્રિપુરા અને નાગાલેન્ડ બીજી સ્થાને છેલ્લા હતા. બીજી તરફ દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ અને બીજા ક્રમાંકે છે. જો કે દિલ્હી 5માં ક્રમે છે.

આ ઇન્ડેક્સમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.

હેલ્થ ઇન્ડેક્સ માટે 4 રાઉન્ડનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તે મુજબ માર્ક્સ આપવામાં આવ્યા હતા. કેરળનો સ્કોર 82.20 હતો. બીજા ક્રમાંકિત તામિલનાડુમાં 72.42નો સ્કોર છે.