Site icon Revoi.in

કોવિડના પ્રકોપ વચ્ચે તામિલનાડુ બાદ મહારાષ્ટ્રમાં પણ આકરા નિયંત્રણો, કલમ 144 લાગુ, શાળાઓ પર રહેશે બંધ

Social Share

નવી દિલ્હી: દેશમાં દિલ્હી બાદ સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા તેમજ નિયંત્રણો લાગુ કર્યા છે.

મહારાષ્ટ્રમાં જે વિવિધ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. જેમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે સવારે 5 થી 11 વાગ્યા સુધીમાં કલમ 144 અમલમાં છે. એટલે કે એક દિવસમાં પાંચ કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઇ શકશે નહીં.

અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ નવી માર્ગદર્શિકા જાહેર કરતા પહેલા કોરના સંબંધિત સ્થિતિની સમીક્ષા કરી હતી. જે બાદ તેમણે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

મહારાષ્ટ્રીમાં કોરોના સંબંધિત કડક નિયંત્રણો હેઠળ કોલેજો તેમજ શાળાઓ પણ આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. તેમજ મેદાન, બગીચા, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, વેલનેસ સેન્ટર, બ્યુટી પાર્લર આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

નવી ગાઈડલાઈન મુજબ જાહેર સ્થળોએ મુસાફરી કરતી વખતે માસ્કનો ઉપયોગ કરવો અને ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનુ રહેશે.