Site icon Revoi.in

મન કી બાત કાર્યક્રમ: કોરોના વાયરસ સામે લડવા સકારાત્મક ઉર્જા આવશ્યક: PM મોદી

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે પીએમ મોદે મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ મન કી બાતના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનના પ્રારંભમાં કહ્યું હતું કે કોરોના વાયરસ આપણાં બધાના ધીરજની પરીક્ષા લઇ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, કોરોનાની પહેલી લહેરનો સફળતાપૂર્વક મુકાબલો કર્યા બાદ દેશ આત્મવિશ્વાસથી ભરપૂર હતો પરંતુ બીજી લહેરે દેશને હચમચાવી નાંખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસથી લડવા માટે સકારાત્મક ઉર્જા ખૂબ જરૂરી છે અને દેશવાસીઓ તે બનાવી રાખવાનું છે. લોકો કોઇ પ્રકારની ભ્રમણામાં ના આવે, કેન્દ્ર બધા રાજ્યોને વેક્સિન મોકલી રહ્યું છે અને ફ્રી વેક્સિનેશન ચાલુ જ રહેવાનું છે.

પીએમ મોદીએ મન કી બાતમાં ડૉક્ટરોને પણ જોડ્યા હતા જેમાંથી ડૉક્ટર શશાંકે કહ્યું કે બીજી લહેર પૂરની જેમ આવી છે પરંતુ તેજીથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મ્યુટેશનથી ડરવાની જરૂર નથી, જેમ આપણે કપડાં બદલીએ તેમ વાયરસ રંગ બદલ્યા કરે છે અને આમાં કશું ડરવા જેવી વાત નથી.

પીએમ મોદીએ કહ્યું હતું કે લોકોને આગ્રહ કરું છું કે કોઇપણ જાણકારી જોઇએ તો સાચા સોર્સ પાસેથી માહિતી મેળવો, તમારા ફેમિલી ડૉક્ટર કે પછી આસપાસના ડૉક્ટરની સલાહ લો.

નોંધનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે  2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે.

(સંકેત)