Site icon Revoi.in

મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન, કહ્યું – અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો

Social Share

નવી દિલ્હી: પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. શનિવારે મહબૂબા મુફ્તીએ તાલિબાનીઓના નામે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તાલિબાને અમેરિકાને ભાગવા મજબૂર કર્યું. અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો. મુફ્તી અગાઉ પણ બોલી ગયા છે કે જો આઝાદી સમયે બીજેપી હોતી તો આજે કાશ્મીર ભારતમાં ના હોત.

મહબૂબા મુફ્તીએ કહ્યું કે, વર્ષ 1947ના વચગાળાના વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ જમ્મૂ-કાશ્મીરના નેતૃત્વને વચન આપ્યું હતું કે, અહીંના લોકોની ઓળખની દરેક રીતે રક્ષા કરવામાં આવશે અને વિશેષ રાજ્યનો દરજ્જો અપાશે.

એક કાર્યક્રમમાં મહબૂબા મુફ્તીએ તાલિબાન સાથે તુલના કરતા કહ્યું હતું કે, જે સમયે સહન કરવાની શક્તિ તૂટી ત્યાર તમે નહીં રહો, ખતમ થઇ જશો. પાડોશી દેશમાં જુઓ શું થઇ રહ્યું છે. એમણે પણ ત્યાંથી સામાન લઇને ભાગવું પડ્યું. તમારા માટે હજુ તક છે, જે રીતે વાજપેયીજીએ કાશ્મીર મુદ્દે વાત શરૂ કરી હતી પાકિસ્તાન સાથે, તમે પણ વાર્તાનો દૌર શરૂ કરો.

જો ભાજપે સમજી-વિચારીને કામ ના લીધું તો ભારત સાંપ્રદાયિક અને ધાર્મિક ટૂકડાઓમાં વહેંચાઇ જવા માટે તૈયાર છે તેવી ચેતવણી મુફ્તીએ આપી હતી.