Site icon Revoi.in

PoKને પુન:પ્રાપ્ત કરવાનો છે સરકારનો આગામી એજન્ડા, આ મંત્રીએ કર્યો ઇશારો

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ફરીથી હાંસલ કરવા માટે હવે કેન્દ્ર સરકાર પ્રતિબદ્વ છે. કેન્દ્ર સરકાર હવે આ એજન્ડા પર કામ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવી દિલ્હીમાં PoK વિસ્થાપિતોને સમર્પિત મીરપુર બલિદાન દિવસ કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જે નેતૃત્વમાં કલમ 370 નાબૂદ કરવાની ક્ષમતા અને ઇચ્છાશક્તિ છે, તેઓ પાકિસ્તાનના ગેરકાયદે કબજાથી PoKને ફરીથી હાંસલ કરવાની પણ ક્ષમતા રાખે છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય ઉપખંડનું વિભાજન માનવજાતિના ઇતિહાસમાં સૌથી મોટું સંકટ હતું. તેમણે કહ્યું કે, જમ્મૂ કાશ્મીરને તત્કાલિન રજવાડાના એક ભાગને ખોવાના રૂપમાં બીજા સંકટનો સામનો કરવો પડ્યો જે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જામાં ચાલ્યો ગયો. પાકિસ્તાનના કબ્જાવાળા જમ્મૂ કાશ્મીરને પુન:પ્રાપ્ત કરવાનો આગામી એજન્ડા છે.

તેઓએ વધુમાં કહ્યું કે, PoKને પુન:પ્રાપ્ત કરવનું એ રાજકીય-રાષ્ટ્રીય એજન્ડા ઉપરાંત માનવાધિકારના સન્માનની જવાબદારી પણ છે કારણ કે ત્યાં આપણા ભાઇઓ અમાનવીય પરિસ્થિતિમાં વસી રહ્યાં છે અને તેઓને સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ પણ નથી આપવામાં આવતી.