Site icon Revoi.in

ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે, પાર્ટીએ જાહેરાત કરી

Social Share

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં સત્તાને લઇને નવજોત સિંહ સિદ્વુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ગજગ્રાહ બાદ કેપ્ટન અમરિંદર સિંહે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ રાજ્યના નવા સીએમ કોણ બનશે તેને લઇને અટકળોનું જોર વધ્યું હતું. સીએમ પદ માટે અંબિકા સોનીનું નામ લેવાતું હતું પરંતુ તેઓએ પોતે આ પદ અપનાવવા માટે ઇનકાર કરી દીધો હતો.

જો કે હવે પંજાબના નવા સીએમ માટેની તમામ અટકળોનો અંત આવ્યો છે અને અનેક વિરોધો બાદ કોંગ્રેસે પંજાબમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસના નેતા હરીશ રાવતે ટ્વીટ મારફતે આ જાણકારી આપી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, ચરણજીત સિંહ ચન્ની ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા સુખજિંદર સિંહ રંધાવાનું નામ મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યું હતું, પરંતુ નવજોત સિંહ સિદ્વુના વિરોધ બાદ પાર્ટીએ હવે ચરણજીત સિંહને પ્રદેશની કમાન સોંપવામાં આવી છે.