Site icon Revoi.in

કોરોના આ રીતે એન્ટિબોડીથી પણ બચી શકે છે: વૈજ્ઞાનિક અભ્યાસ

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ કેટલો ઘાતક છે તેની સાબિતી આપતું વધુ એક તારણ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના અંતે રજૂ કર્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર કોરોના વાયરસ જો માનવશરીરમાં સુપરસેલ બનાવી લે તો એન્ટિબોડી હોવા છતાં વાયરસ માનવશરીરમાં વિપરિત અસર સર્જી શકે છે.

આ અભ્યાસ અનુસાર કોરોના વાયરસ એટલી ક્ષમતા ધરાવે છે કે અમુક માનવ શરીરમાં તે સુપર સેલ બનાવી શકે છે અને સુપર સેલમાં જો વાયરસ સક્રિય હોય તો એન્ટિબોડીને પણ લડત આપી વાયરસની અનેક નકલો શરીરમાં ફેલાઇ શકે છે.

કોઇ વાયરસથી સંક્રમિત થયા બાદ કે તે વાયરસની વેક્સિન લીધા બાદ માનવશરીરમાં જે એન્ટિબોડી બને છે તે ખૂબ અસરકારક હોય છે. વાઇરસ કોઇ એક સેલ એટલે કે કોષ દ્વારા શરીરમાં પ્રવેશે છે અને પોતાની અનેક રેપ્લિકાઓ એટલે કે નકલ તૈયાર કરે છે. વાયરસ વધુને વધુ ફેલાવા અને પોતાની નકલ ઉત્પાદિત કરવાનવાં કોષ શોધતો રહે છે.

આ કોષ વિશે વાત કરીએ તો તે વાયરસને વધુને વધુ નકલ ઉત્દપાદન કરવાની ફેક્ટરી તરીકે કામ કરે છે. એન્ટિબોડી આ વાયરસને વધતા અને આપણા કોષમાં પ્રવેશતા રોકે છે. જો કે જે રીતે સાર્સ-સીઓવી-2નું જીનોમ સ્ટ્રક્ચર છે તેને ધ્યાને લઇને તો આ વાયરસ સુપર સેલની રચના કરી શકે છે. જે બાબતે વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે.

વાઇરસ સંક્રમિત કોષ જ્યારે આસપાસના અન્ય કોષ સાથે જોડાઇ મોટો કોષ બનાવે તેને સુપર સેલ કહે છે. અન્ય સાધારણ કોષની સરખામણીમાં આ સુપરસેલ મોટો હોય છે અને તેનું જીનેટિક મિટિરિયલ મજબૂત હોય છે.