Site icon Revoi.in

મન કી બાતનું 83મું સંસ્કરણ: PM મોદીએ કહ્યું – દેશના દરેક ખુણે અમૃત મહોત્સવની ગુંજ સંભળાશે

Social Share

નવી દિલ્હી: આજે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના 83માં એપિસોડને સંબોધિત કર્યો હતો. મન કી બાત કાર્યક્રમ દરમિયાન અમૃત મહોત્સવના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, હવે દરેક જગ્યાએ અમૃત મહોત્સવની ગૂંજ રહેશે અને હું સત્તામાં નથી પરંતુ દેશની સેવા કરવા માટે આવ્યો છું.

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન દેશની જનતાને કહ્યું કે, આપણા દેશના ઘણા રાજ્યોએ હજુ પણ પ્રાકૃતિક વારસાનું સંવર્ધન કર્યું છે. કેટલાક લોકોએ પ્રકૃતિની સાથોસાથ તેમની જીવનશૈલીની પણ જીવંત રાખી છે.

યુદ્વના મેદાનમાં જ હંમેશા વીરતા દર્શાવવી આવશ્યક નથી. જ્યારે પણ વિરતાનું વિસ્તરણ થાય છે ત્યારે મોટા ભાગના ક્ષેત્રોમાં કાર્યો સિદ્વ થવા લાગે છે. આપણા દેશના રાજ્યોમાં લોકો તેમના પ્રાકૃતિક વારસાને રંગોથી ભરીને રાખે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક લોકો આજે પણ તેમની જીવનશૈલીને જીવંત રાખે છે. તે આપણા બધા માટે એક પ્રેરક સ્ત્રોત છે. અમૃત મહોત્સવ વિશે જણાવ્યું કે, તે દેશના દરેક લોકોને કંઇક કરવાની પ્રેરણા પૂરી પાડે છે. દેશનો સામાન્ય નાગરિક હોય કે સરકાર, પંચાયત હોય કે સંસદ દરેક જગ્યાએ અમૃત મહોત્સવની ગુંજ છે. આ ઉત્સવને લગતા કાર્યક્રમો પણ અવિરતપણે ચાલુ રહેશે.

પીએમ મોદીએ ડિસેમ્બરમાં દેશમાં નેવી ડે અને આર્મ્સ ફોર્સ ફ્લેગ ડેની ઉજવણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બધાને ખ્યાલ હશે કે 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતે યુદ્વમાં વિજય હાંસલ કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન તેઓએ દેશના સુરક્ષા દળને પ્રણામ કર્યા હતા.

પીએમ મોદીએ પોતે સત્તામાં ના હોવાનું કહેતા કહ્યું હતું કે, હું સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં નથી ઇચ્છતો. હું તો માત્ર દેશની સેવા કરવા તત્પર છું. મારા માટે વડાપ્રધાનનું પદ સત્તા માટે જરાય પણ નથી, તે માત્ર દેશની સેવા માટે જ છે.