Site icon Revoi.in

લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ: PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પેટેલે આપી સ્મરણાંજલિ

Social Share

નવી દિલ્હી: આજે સ્વતંત્રત ભારતના પ્રથમ ગૃહપ્રધાન તેમજ લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તેમને સ્મરણાંજલિ અર્પણ કરી છે.

પીએમ મોદીએ સ્મરણાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, તેમની પુણ્યતિથિ પર સરદાર પટેલને યાદ કર્યા. ભારત તેમની સ્મારક સેવા, વહીવટી કુશળતા અને આપણા રાષ્ટ્રને એક કરવા માટેના અથાક પ્રયાસો માટે હંમેશા તેમનો આભારી રહેશે.

ગૃહપ્રધાન અમિત શાહે પણ તેમને યાદ કરતા કહ્યું કે, દરેક ભારતીયના હૃદયમાં વસતા દેશની એકતા અને અખંડિતતાના અદ્વુત શિલ્પી લોખંડી પુરુષ સરદાર પટેલના જીવનની દરેક ક્ષણ ભારતમાં એક રાષ્ટ્રની ભાવનાને જાગૃત કરવા માટે સમર્પિત હતી. તેમના વિચારોથી દેશ હંમેશા પ્રેરિત રહેશે. આવા મહાન પુરુષ અને રાષ્ટ્ર ગૌરવના ચરણોમાં કોટિશાહ વંદન.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારતવર્ષની એકતાના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન.