Site icon Revoi.in

પંજાબના CM ચરણજીત ચન્નીએ પીએમ મોદી સાથે કરી બેઠક, કૃષિ કાયદા રદ કરવા માંગ કરી

Social Share

નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતો સાથેના કૃષિ કાયદા પરના ઝગડાને ખતમ કરવાની વાત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચન્ની પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસની પંજાબ એકમમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ચન્ની રાષ્ટ્રીય રાજધાનીના પ્રવાસ દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે

પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતો સાથેના કૃષિ કાયદા પરના કલહને ખતમ કરવાની વાત કરી હતી. પંજાબના સીએમએ પીએમ મોદી સાથે 1 કલાકથી વધુ સમય માટે વાતચીત કરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બેઠક બાદ સીએમ ચન્નીએ કહ્યું કે, પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત હું પીએમ મોદીને ઔપચારિક રીતે મળ્યો હતો. લાંબી વાતચીત થઇ. પંજાબમાં પ્રોક્યોરમેન્ટ સિઝન શરૂ થઇ રહી છે તે અંગે મે ચર્ચા કરી. મે મોદીજીની કહ્યું કે ત્રણ બિલનો ઝઘડો ખતમ થવો જોઇએ. તેઓ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ પણ ઇચ્છે છે. પછી મેં ફરી ખેડૂતો સાથે વાતચીત શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે પાકિસ્તાન અને ભારત કોરિડોર ફરીથી ખોલવાની પણ વાત કરી હતી. જેથી યાત્રાળુઓને કોઇ સમસ્યા ના નડે. મોદીજીએ પ્રેમ આપ્યો.

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બેઠકમાં ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી.