Site icon Revoi.in

વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો હવે RT-PCR રિપોર્ટ પર QR કોડ ફરજીયાત

Social Share

નવી દિલ્હી: જો તમે પણ કોઇ કામકાજના હેતુસર દેશની બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. હકીકતમાં હવે 22 મેથી દેશની બહાર જનારા લોકો માટે RT-PCR રિપોર્ટ પર QR કોડ જરૂરી રહેશે. આ ક્યૂઆર કોડ ઓરિજીનલ રિપોર્ટ સાથે લિંક હોવો જોઇએ. એરલાઇન્સ એર ઇન્ડિયા એક્સપ્રેસે આ નિર્ણય કર્યો છે. મુસાફરી માટે નકલી-બોગસ નેગેટિવ ટેસ્ટ રિપોર્ટના કિસ્સા બાદ કંપનીએ આ પગલું ઉઠાવ્યું છે.

બીજી તરફ નેધરલેન્ડે ભારતમાં જોવા મળતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા 1 જૂન સુધી ભારત તરફથી આવતી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. તેનું કારણ ભારતમાં વધતા કોરોનાના કેસ અને ગંભીર સ્થિતિ છે. નેધરલેન્ડની એમ્બેસીએ ટ્વીટ મારફતે આ જાણકારી આપી હતી.

નેધરલેન્ડ સરકારની વેબસાઇટ અનુસાર ભારત, દક્ષિણ આફ્રિકા અને મધ્ય અને દક્ષિણ અમેરિકાના દેશોમાંથી આવતા મુસાફરોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. આ દેશોમાં નવો હાઈલી ઈન્ફેક્શિયસ કોવિડ વેરિઅન્ટ અસ્તિત્વમાં આવ્યો છે. ફ્લાઇટ્સને અટકાવવાનો હેતુ, આ પ્રકારનો વધુ રોગ નેધરલેન્ડ્સમાં ફેલાવો અટકાવવાનો છે. આ દેશોની પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 1 જૂન 2021 સુધી અમલમાં રહેશે. જો કે, એર ફ્રેટ ટ્રાન્સપોર્ટને આમાંથી મુક્તિ અપાશે. ઉપરાંત, હેલ્થકેર વર્કર્સ અને ડચ નાગરિકો સહિતના કેટલાક વર્ગના મુસાફરોને પણ આમાંથી મુક્તિ આપવામાં આવશે.