Site icon Revoi.in

26/11 જેવા હુમલાને અંજામ આપવાના હતા પકડાયેલા આતંકવાદીઓના મનસૂબા, પૂછપરછમાં થયા અનેક ખુલાસા

Social Share

નવી દિલ્હી: દેશને હચમચાવાના મનસૂબા સાથે પકડાયેલા છ આતંકીઓએ પૂછપરછ દરમિયા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ પ્રકારના હુમલાથી દેશના ઘણા રાજ્યોને હચમચાવી દેવાનું કાવતરું હતું. આ માટે ISI અને અંડરવર્લ્ડ વ્યાપકપણે તૈયારી કરી રહ્યા હતા.

ISIનો આ કાવતરા પાછળ હાથ હતો. તેઓને ISIની સૂચના મળ્યા પછી, ઘણા રાજ્યોના મેટ્રો શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ થવાના હતા. પકડાયેલા આતંકીઓ ઓસામા અને ઝીશાનને પાકિસ્તાનમાં તાલિમ આપવામાં આવી હતી જ્યાં મુંબઇ આતંકી હુમલાનો દોષી અજમલ અમીર કસાબને તાલીમ અપાઇ હતી. આતંકીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓને માત્ર રેકેટ અને હથિયારોની વ્યવસ્થા કરવા માટે કહેવાયું હતું.

સ્પેશિયલ સેલના અધિકારીઓ અનુસાર, આતંકીઓ તહેવાર દરમિયાન, એવા સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા જ્યાં ચોક્કસ ધર્મના લોકો એક જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થાય. બોમ્બ વિસ્ફોટો પછી, વધુ જાન માલનું નુકસાન થવું જોઇએ અને તે પછી દેશમાં કોમી સંવાદિતા બગડે છે અને દેશમાં રમખાણો ફેલાશે એવા મનસૂબા સાથે તેઓ તૈયારી કરી રહ્યા હતા.

ધરપકડ કરાયેલા આતંકવાદીઓ 26/11 મુંબઇ બોમ્બ હુમલાનું પુનરાવર્તન કરવા માંગતા હતા. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ 26/11 હુમલાના કાવતરામાં સામેલ હતો તેવા પણ સમાચાર આવ્યા હતા. આ વખતે દાઉદનો મોટો ભાઇ અનીસ ઇબ્રાહિમ કાવતરામાં સંડોવાયેલો હતો. તે આતંકીઓના સંપર્કમાં હતો. ISIએ મોટા પાયે તોફાનો ફેલાવાનું કાવતરું ઘડ્યું હતું.

પકડાયેલા આતંકીઓ ઓસામા અને ઝીશાનને પાકિસ્તાનના કરાચી નજીકના થાટ્ટાના ફાર્મ હાઉસમાં આતંકી તાલીમ આપવામાં આવી હતી જ્યાં મુંબઇ હુમલાના દોષિત કસાબને પણ તાલીમ અપાઇ હતી. અહીં ઓસામા તેમજ ઝીશાનને પિસ્તોક અને એકે-47 જેવા હથિયારોનું સંચાલન શીખવાયું હતું. સાથે મળીને IED બનાવવાનું પણ શીખવવામાં આવ્યું હતું. આતંકીઓને મેજર અને લેફ્ટનન્ટની રેન્ક અને ગાઝી નામના અધિકારી દવારા તાલીમ અપાઇ હતી.

આ આતંકીઓનું લક્ષ્ય કસાબની જેમ અંધાધૂંધ ગોળીબાર કરીને લક્ષ્યને મારવાનું પણ હતું. ટાર્ગેટ કિલિંગ હેઠળ રાજકારણીઓ તેમજ ધાર્મિક નેતાઓ પણ તેઓના ટાર્ગેટ હતા.