Site icon Revoi.in

કેબિનેટનો નિર્ણય, સરકાર એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડીનું ગઠન કરશે

Social Share

એક તરફ પીએમ મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધારીને મોટી દિવાળી ગિફ્ટ આપી છે તો બીજી તરફ કેબિનેટે ગતિ શક્તિ યોજના પર મોટો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, એક મોડેલ નેટવર્ક પ્લાનિંગ બોડી બનાવવામાં આવશે અને તેનું સંકલન વાણિજ્ય મંત્રાલય કરશે.

આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કર્મો અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તે જ સમયે, કેન્દ્રીય કેબિનેટે આર્થિક ઝોન માટે મલ્ટી-મોડલ-કનેક્ટિવિટી માટે પીએમ ગતિ શક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને પણ લીલી ઝંડી આપી છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ખાસ કરીને કેન્દ્રના 47.14 લાખ કર્મચારીઓ તેમજ 68.62 લાખથી વધુ પેન્શનરો લાભ થશે. આ નિર્ણયથી સરકાર પર 9488 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.