Site icon Revoi.in

નવા ઇ-કોમર્સ નિયમોથી બેરોજગારીનું પ્રમાણ વધશે તેવી બિનભાજપ રાજ્યોની દલીલ

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહકોના મંત્રાલાય દ્વારા તાજેતરમાં ઇ-કોમર્સને લઇને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંગે બિનભાજપ શાસિત રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોએ ચિંતા વ્યક્ત કરતા એવી દલીલ કરી છે કે આ નવા નિયમોને કારણે બેરોજગારીનું પ્રમાણ વધશે.

આ રાજ્યોની એવી પણ દલીલ છે કે કોઇપણ નવા નિયમો લાગૂ કરતા પહેલા તેની રાજ્યોની રેવેન્યૂ અને આર્થિક આવક પર અસર ના થાય તેની ધ્યાન રાખવું જોઇએ. રાજ્યોએ સાથે એમ પણ કહ્યું હતું કે, અમારી જે પણ સલાહ છે અને સૂચનો છે તેની અસર સરકારના નવા નિયમોના અમલ વચ્ચે ન આવવી જોઇએ.

સરકારે ઇકોમર્સ માટે જે નવા નિયમો બનાવ્યા છે તેમાં ખાસ રીતે ઓનલાઇન રિટેલ કંપનીઓનું રોકાણ વધી જશે. ઇંડસ્ટ્રીના જાણકારો મુજબ એમેઝોન અને વોલમાર્ટની ફ્લિપકાર્ટે પોતાના બિઝનેસ માળખામાં બદલાવ લાવવા પડશે. ગ્રાહક મામલાના મંત્રાલયે કંઝ્યૂમર પ્રોટેક્શન રૂલ્સ 2020માં સંશોધનનું માળખુ તૈયાર કર્યું છે.

સંશોધન ડ્રાફ્ટમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફ્લેશ સેલને સીમિત કરવા અને પ્રાઇવેટ બ્રાંડને મહત્વ આપવા પર લગામ લગાવવામાં આવશે. કંપનીઓ તરફથી કંપ્લાયંસ ઓફિસર અપોઇંટ કરવા અને સેલરીની અનદેખીથી કસ્ટમરને નુકસાન થવા પર તેની જવાબદારી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર નાખવાની પણ જોગવાઇ છે.