Site icon Revoi.in

પીએમ મોદી-રાજનાથ સિંહે બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને આપી શ્રદ્વાંજલિ, પરિવારજનોને સાંત્વના પાઠવી

Social Share

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્યકર્મીઓના દેહાંત થયા હતા. કોઇમ્બતુર અને સુલુર વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થયેલા વાયુસેનાના હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચ્યા છે જેઓ અત્યારે સારવાર હેઠળ છે.

દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપિન રાવત અને તેમના પત્નિ મધુલિકા રાવત સહિતના 13 શહીદના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે લવાયા હતા. અહીંયા પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહએ શહીદોને શ્રદ્વાંજલિ આપી હતી. શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

પીએમ મોદીએ પાલમ એરપોર્ટ પર CDS બિપિન રાવત, તેમના પત્નિ અને શહીદોને શ્રદ્વાંજલિ આપી હતી. તમામ શહીદોના પાર્થિવ દેહને પુષ્પ અર્પણ કર્યા હતા. પીએમ મોદી શહીદોના પરિવારજનોને મળ્યા હતા અને તેઓને સાંત્વના પાઠવી હતી.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ શહીદોના પાર્થિવ શરીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તે ઉપરાંત આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરી કુમાર અને એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ પણ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ મધુલિકા રાવત અને અન્ય 11 જવાનોને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.