Site icon Revoi.in

PM મોદીનો રાજ્ય સરકારો સાથે સંવાદ: રાજ્યોને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાનો મંત્ર આપ્યો

Social Share

નવી દિલ્હી: દેશમાં ત્રીજી લહેરના સંકટને લઇને લોકોમાં ભય અને ડર પ્રવર્તી રહ્યો છે ત્યારે આ વચ્ચે પીએમ મોદીએ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે સંવાદ સાધ્યો હતો અને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાનો નવો મંત્ર આપ્યો હતો. તેમણે રાજ્ય સરકારોને અનેક જગ્યાએ ઉમટતી ભીડ સામે કડક પગલાં લેવા કહ્યું.

કોરોનાની સ્થિતિને નિયંત્રિત કરવા અંગે પીએમ મોદીએ રાજ્ય સરકારોને સજાગ, સતર્ક તેમજ સખ્ત થવા કહ્યું હતું. તે ઉપરાંત કહ્યું હતું કે, જે રીતે જાહેર સ્થળો પર ભીડ ઉમટી રહી છે તે ત્રીજી લહેરને આમંત્રણ આપવા બરાબર છે.

લાઇવ અપડેટ્સ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાનો મંત્ર આપતા જણાવ્યું કે રાજ્ય સરકારોએ સજાગ , સતર્ક અને સખ્ત થવાની જરૂર છે. અનલોક બાદની ભીડની સામે આવેલી તસવીરો ચિંતાજનક છે અને તે ત્રીજી લહેરની આશંકા બતાવે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોરોના ગાઈડલાઈન અનલોક થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ચિંતાજનક છે. તેમણે સજાગ, સતર્ક અને સખ્ત થવા માટે રાજ્ય સરકારને સૂચના આપી હતી.

6 રાજ્યમાં મુખ્યપ્રધાન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને કેરળમાં વધતા કેસ ચિંતાજનક છે, આવા સમયમાં ત્રીજી લહેરને આવતી રોકવા માટે તમામ પ્રકારનાં પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

વડાપ્રધાન મોદીએ કહયું કે સ્થિતિને કાબુમા લાવવા માટે સહયોગની સાથે કામ કરવામાં આવે. બીજી લહેર પહેલાની સ્થિતિ આવી જ હતી. તેમણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર વધારે ભાર મુક્યો હતો.

દુનિયાભરમાં અનેક હિસ્સામાં કોરોના વાયરસ (Coronavirus)ની ત્રીજી લહેરે (Third Wave) દસ્તક દઈ દીધી છે. ભારત પણ હવે ધીરે ધીરે તે તરફ આગળ વધી રહ્યું છે. આને લઈને સરકાર સતત ચેતવણી આપી રહી છે.