Site icon Revoi.in

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત રતન તાતાની આવશે બાયોગ્રાફી, પુસ્તકથી લોકો તેમનું જીવનચરિત્ર જાણી શકશે

Social Share

નવી દિલ્હી: દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્ર વિશે લોકો હવે માહિતગાર થઇ શકશે. જીવનપર્યત સાદગી અને પરોપકાર માટે જાણીતા એવા રતન તાતા આજે દેશના અનેક લોકોની પ્રેરણા છે. ટૂંક સમયમાં હવે તેમના જીવન ચરિત્રને લોકો સમક્ષ પુસ્તક મારફતે રજૂ કરવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. હવે હાર્પર કોલિંલ ટૂંક સમયમાં જ તેમની આત્મકથા પ્રકાશિત કરવા જઇ રહ્યાં છે.

દેશના લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનની સૌ કોઇ પ્રેરિત થવા ઇચ્છુક છે અને તેમના જીવન વિશે વાંચવા આતુર છે ત્યારે હવે એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઇ રહ્યા છે અને તેને પ્રકાશિત કરવા માટે વિશ્વભરના પ્રકાશન ગૃહો વચ્ચેના યુદ્વમાં હાર્પર કોલિન્સનો વિજય થયો છે.

રતન તાતાના જીવનચરિત્રને પુસ્તકમાં ગુંથવાની તક પૂર્વ બ્યુરોક્રેટ અને નિવૃત્ત IAS અધિકારી થોમસ મેથ્યુને મળી છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મેથ્યુ પાસે રતન તાતાના ફોટોગ્રાફ્સ, ખાનગી કાગળો તેમજ પત્રોના એક્સેસ રહ્યા છે. મેથ્યુએ અગાઉ એબોડ અંડર ધ ડોમ અને ધ વિંગ્ડ વંર્ડર્સ ઑફ રાષ્ટ્રપતિ ભવન જેવા પુસ્તકો લખ્યા છે.

હાર્પર કોલિન્સ દ્વારા કરાયેલા કરારને દેશના ઇતિહાસની સૌથી મોટો નોન-ફિક્શન ડીલ તરીકે ઓળખવામાં આવે છે. એક અહેવાલ અનુસાર આ પુસ્તક પર ફિલ્મ તેમજ વેબ સીરિઝ બનાવવાના અધિકારો પણ લેખક પાસે રહેશે.

સાદગી અને પરોપકારીભર્યા જીવન માટે લોકપ્રિય એવા 84 વર્ષની રતન તાતાના જીવન ચરિત્રમાં તેમના બાળપણ, કોલેજના દિવસો અને પ્રારંભિક જીવનની વાતોનું વર્ણન હશે. જે અનેક યુવાઓને પ્રેરિત કરશે.