Site icon Revoi.in

ભારતે પોતાનું વચન નિભાવ્યું – નેપાળને 10 લાખ અને બાંગલાદેશને 20 લાખ વેક્સિનના ડોઝ મોકલ્યા

Social Share

દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ કોરોનાની વેક્સિન પર તમામ દેશોની નજર છે ત્યાકરે ભારતે કોરોનાની બે વેક્સિનને આમરજન્સીના ઉપયોગ માટે મંજુરી આપી છે, જો કે ભારતની આ વેક્સિનની માંગ હવે વિદેશમાં ઉઠવા પામી છે, અનેક દેશઓએ કોરોનાની વેક્સિનની માંગ ભારત પાસે કરી છે અને ભારતે પણ આપેલા વાયદા પ્રમાણે અનેક દેશોને વેક્સિન મોકલાવી રહ્યું છે.

હાલ દેશમાં જ્યા કરોડો લોકોને કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય થઈ રહ્યું  છે ત્યારે બીજા દેશોને પણ કોરોનાની વેક્સિન આપવા માટે ભારત તૈયારી દર્શાવી રહ્યું છે, ભારતે પાડોશી દેશ પહેલાની નીતિ અપનાવી રહ્યું  છે.

ભારતે આજે કોરોના વેક્સિનનો એક જથ્થો બાંગ્લાદેશ અને નેપાળને મોકલ્યો છે.આ  પહેલા ભારતે માલદીવ અને ભુટાનને પણ વેક્સિન મોકલી હતી.વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશ પહોંચી ચૂકેલી રસીના ટ્રાન્સપોર્ટેશનનો એક ફોટો પણ શેર કર્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, વેક્સીન ફ્રેન્ડશીપ બે દેશો વચ્ચેના સબંધોને સમર્થન આપે છે.

ભારતે બાંગ્લાદેશને 20 લાખ અને નેપાળને 10 લાખ ડોઝ ભારત તકરફથી મોકલવામાં આવ્યા છે, અગાઉ ભારતે ભુટાનને દોઢ લાખ અને માલદીવને એક લાખ કોરોનાની વેક્સિનના ડોઝ રવાના કર્યા હતા.ભુટાન અને માલદીવના રાષ્ટ્રપતિએ આ માટે ભારતનો આભાર માન્યો હતો

સાહિન-