Site icon Revoi.in

ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર, શાળા-કોલેજો અને ફ્લાઈટ્સ બંધ, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

Social Share

દિલ્હી :કોરોનાવાયરસને લઈને ભલે અન્ય દેશોને રાહત મળી હોય, ભારતમાં પણ હવે કોરોનાવાયરસના કેસમાં મોટી રાહત જોવા મળી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ હવે ઓછા આવી રહ્યા છે ત્યારે ચીનમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી રહી છે.

વાત એવી છે કે ચીનમાં 22 ઓક્ટોબરે 32 કોરોનાવાયરસના કેસ નોંધ્યા છે. જેમાં બેઇજિંગમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજધાનીમાં કોરોના કેસનો આ ઉછાળો આવતા વર્ષે શિયાળુ ઓલિમ્પિક પહેલા અધિકારીઓમાં ચિંતાનો વિષય બની શકે છે. બેઇજિંગ આ અઠવાડિયે મંગળવારથી પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જેથી બે મહિનાથી વધુ સમયથી શૂન્ય-કેસનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

ચીનનું એક નિવૃત્ત ચાઇનીઝ દંપતી કે, જેઓ કોવિડ-19 પોઝિટિવ હતા તેઓ દેશભરમાં મુસાફરીના થોડા દિવસો પછી દેશમાં તાજેતરના કેસોમાં વધારા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેણે ચીનની ઝીરો-કોવિડ નીતિની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

જો કે ઉલ્લેખનીય છે કે ચીનમાં હાલ તો કોરોનાવાયરસના કેસ એટલા નથી આવી રહ્યા પણ જે દેશમાં ચીનના નાગરિકો આવ-જાવ કરે છે અથવા અન્ય દેશના નાગરિકો જે ચીનમાં આવ-જાવ કરે છે તેમના પર સતર્ક નજર રાખવી જોઈએ. કોરોનાવાયરસની લહેર આર્થિક રીતે અને સામાજીક રીતે પણ અનેક પ્રકારની અસર કરે છે. જો સતર્કતા રાખવામાં આવશે નહીં તો જોખમ વધી શકે તેમ છે.