Site icon Revoi.in

દરિયામાં નહીં ચાલે કોઈની મનમાની, હોર્મુઝને ખુલ્લુ રાખવા મુદ્દે કવાય સંગઠનની ચર્ચા

Social Share

નવી દિલ્હી, 26 મે 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, ભારત અને અમેરિકા સહિત ક્વાડ દેશોએ વૈશ્વિક વેપારને બચાવવા માટે એક મોટું અને નિર્ણાયક પગલું ભર્યું છે. ક્વાડ સંગઠને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની જેવા વિશ્વના પ્રમુખ દરિયાઈ માર્ગો પર વેપારી જહાજોની અવરજવરને કોઈપણ ભોગે અટકાવવા દેવામાં આવશે નહીં. જો કોઈ પણ દેશ કે સંગઠન આ જહાજોને રોકવાનો પ્રયાસ કરશે, તો ચારેય દેશો (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) સાથે મળીને તેનો કડક વિરોધ કરશે.

ક્વાડ દેશોએ વૈશ્વિક ઉર્જા બજારને સ્થિર અને પારદર્શક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ માટે સપ્લાય ચેઈન (આપૂર્તિ શૃંખલા)ને મજબૂત અને વૈવિધ્યસભર બનાવવામાં આવશે. સંગઠનનું માનવું છે કે દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સૌથી વધુ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર પર કોઈ રોકટોક ન હોવી જોઈએ, જે વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે અત્યંત આવશ્યક છે.

ક્વાડની આ બેઠકમાં વિકાસશીલ અને નાના દ્વીપ દેશોના હિતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રશાંત મહાસાગર ક્ષેત્રના નાના દેશોની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. ચારેય દેશોએ પ્રાદેશિક પહેલોની પ્રશંસા કરી છે, જેમાં દરેક સભ્ય દેશનું વિશેષ યોગદાન છે. એશિયામાં ઉર્જા સ્થિરતા માટે ‘પાવર એશિયા’ કાર્યક્રમની શરૂઆતની જાપાને પહેલ કરી છે. આવી જ રીતે દક્ષિણ એશિયાના પડોશી દેશોને ઉર્જા સુરભા મામલે મજબૂત સમર્થનનો ભારતનો પ્રયાસ રહેશે. ઓસ્ટ્રેલિયાએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે. દક્ષિણ-પૂર્વ એશિયા માટે બે અબજ ડોલરનું રોકાણ ફંડ. આ ઉપરાંત, આસિયાન પાવર ગ્રીડને સમર્થન અને ફિજીને 3 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરની આર્થિક સહાય.

ભવિષ્યના ઉર્જા અને સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ક્વાડ દ્વારા એક નવી કાર્ય યોજના તૈયાર કરવામાં આવશે. આ અંતર્ગત ટેક્નોલોજી, મેનેજમેન્ટ, પોલિસી અને માર્કેટ એનાલિસિસ પર સંયુક્ત રીતે કામ કરવામાં આવશે. કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે ભવિષ્યમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ પણ કરવામાં આવશે. તેનો એક મુખ્ય ઉદ્દેશ્ય વ્યૂહાત્મક તેલ ભંડારોને મજબૂત કરવાનો છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઉર્જા સુરક્ષા વધારવા માટે સહયોગ સતત ચાલુ રહેશે. આ સમગ્ર સંકલનને વધુ બહેતર અને અસરકારક બનાવવા માટે ટૂંક સમયમાં જ ‘ક્વાડ ફ્યુઅલ સિક્યોરિટી ફોરમ’ની રચના કરવામાં આવશે, જે આ દિશામાં ઉચ્ચ સ્તરીય ચર્ચા અને સહયોગને આગળ વધારશે.

 

Exit mobile version